ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 29 જૂન 2021 (13:40 IST)

મુંબઈના 50% બાળકોમાં મળી આવી કોરોના એંટીબોડીઝ, તાજા સીરો સર્વેમાં ખુલાસો

કોરોના વાયરસની શક્યત ત્રીજી લહેરને લઈને દેશભરમાં માતા-પિતા ખૂબ ગભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિશેષજ્ઞો એ આશંકા બતાવી છે કે આગામી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો કોરોના વાયરસથી પ્રભાવિત થઈ શકે છે, પણ તાજેતરમાં જ કરાવેલ સીરો સર્વેમાં સામે આવ્યુ છે કે મુંબઈમાં રહેનારા 50 ટકાથી વધુ બાળકોમાં એંટીબોડી છે.  મુંબઈમાં બાળકો પર કરવામાં આવેલ આ સીરો સર્વે બી.વાઈ. એલ નાયર હોસ્પિટલ અને કસ્તૂરબા મૉલીક્યૂલર ડાયગ્નોસ્ટિક લૈબમાં કર્યુ. 
 
આ સર્વેમાં મુખ્યરૂપથી જોવા મળ્યુ છે કે શઝેરના 50 ટકાથી વધુ બાળકોની વસ્તી પહેલાથી જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુકી છે. પ્રાઈવેટ સેક્ટરથી 47.03 ટકા અને પબ્લિક સેક્ટરથી 54.36 ટકા સહિત ઓવર ઑલ સીરો પોઝિટિવિટી રેટ 51.18 ટકા છે. 
 
બીજી બાજુ સીરો પોઝિટિવિટી 10-14 વર્ષની વયમાં સૌથી વધુ છે. જે કે 53.43 ટકા છે. 1 થી 4 વર્ષના સીરો-પોઝિટિવીટી રેટ 51.04, 5 થી 9 વર્ષનો 47.33, 10થી 14 વર્ષની વયના 53.43, 15 થી 18 વર્ષનો 51.39 ટકા છે. 1 થી 18 વર્ષનો ઓવર-ઓલ પોઝિટિવીટી રેટ 51.18 ટકા છે. આ સીરો સર્વે 1 એપ્રિલ 2021 થી 15 જૂન 2021 દરમિયાન કરવામાં આવ્યો.