શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:00 IST)

પેટાચૂંટણીમાં પણ BJPની લહેર, 10માંથી 6 સીટો પર આગળ, રાજૌરી ગાર્ડનમાં AAP ત્રીજા નંબર પર

8 રાજ્યોના 10 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટની માટે મતગણતરી ગુરૂવારે સવારે આઠ વાગ્યે શરૂ થઈ. મતગણતરી સાથે જોડાયેલ દરેક માહિતી.. 


આઠ રાજ્યોની દસ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઇ ગઇ છે. પેટાચૂંટણીમાં બીજેપની લહેર જોવા મળી રહી છે. 10 વિધાનસભા બેઠકોમાંથી બીજેપી છ પર આગળ ચાલી રહી છે.  દિલ્લીના રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાનો 14,652 મતોથી વિજય થયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જમાનત જપ્ત થઇ હતી.

હિમાચલપ્રદેશની ભોરંજ બેઠક પર બીજેપીના અનિલ ધીમાને જીત મેળવી છે. બીજેપીના ઉમેદવાર અનિલ ધીમાને 8290 મતોથી વિજય મેળવ્યો છે. અસમમાં ધેમાજી બેઠક પરની પેટાચૂંટણીમાં બીજેપીએ વિજય મેળવ્યો છે. પાર્ટીના ઉમેદવાર રાનોજ પેંગુએ 9,285 મતોથી વિજય મેળવ્યો છે. મધ્યપ્રદેશની અટેર બેઠક પર બીજેપી આગળ ચાલી રહી છે જ્યારે બાંધવગઢ બેઠક પર બીજેપીએ વિજય મેળવ્યો છે.

રાજસ્થાનના ધૌલપુર બેઠક પર બીજેપી આગળ ચાલી રહી છે
 
- દિલ્હીના રાજૌરી ગાર્ડન સીટ પર ભાજપા આગળ આપ ત્રીજા નંબર પર 
- અટેરમાં કોંગ્રેસ આગળ, બાંધવગઢમાં ભાજપાને બઠત 
- રાજસ્થાનના ઘૌલપુરમાં પણ ભાજપા આગળ 
- પં. બંગાળની કાંઠી દક્ષિણ સીટ પરથી તૃણમૂળ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 
- અસમની ઘીમાજી સીટ પર ભાજપાને બઢત 
- હિમાચલ પ્રદેશની ભોરંજ સીટ પરથી ભાજપા ઉમેદવાર આગળ ચાલી રહી છે. 
- ઝારખંડની લિટ્ટીપાડા સીટ પર ઝારખંડ મુક્તિ મોરચાને બઢત 
- રાજસ્થાનની ઘૌલપુર, મધ્યપ્રદેશની અટેર અને દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટોના પરિણામ પર સૌની નજર 
- અસમની ઘેમાજી, હિમાચલ પ્રદેશની ભોરંજ, મધ્યપ્રદેશની બાંઘવગઢ, પશ્ચિમ બંગાળની કાંથી દક્ષિણ, કર્ણાટકની નનજનગુડ અને ગુંદલુપેટ, ઝારખંડની લિટિપાડા સીટો માટે પણ મતગણના ચાલુ.. 
- આ સીટો પર 9 એપ્રિલના રોજ મતગણના થઈ હતી