Widgets Magazine
Widgets Magazine

વલસાડમાં ગ્લેમર્સની 50 કિ,મી સુધીની સાયકલ રેસ

સોમવાર, 9 જાન્યુઆરી 2017 (14:10 IST)

Widgets Magazine
cycle race


વલસાડમાં શિયાળાની વહેલી સવારે ગુંદલાવ ખેરગામ રોડ પર સાયકલિસ્ટોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સાયકલ મહારથી બાઇક કરતાં ઝડપી સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા. આ સાયકલ સવારો વલસાડમાં યોજાયેલી સાયક્લોથોનના સ્પર્ધકો હતા. રેસર્સ ગૃપ દ્વારા યોજાયેલી સાયક્લોથોનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બાળકોથી લઇ વૃદ્ધો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં સાયકલ ચલાવતા જોવા મળી હતી.વલસાડ રેસર્સ ક્લબ દ્વારા યોજાયેલી સાયક્લોથોન ૨૦૧૭માં ગુંદલાવ ચોકડીથી ખેરગામ-જામનપાડા સુધી સાયકલો રેસ યોજાઇ હતી. મૂખ્યત્વે ૫૦ કિમીની આ રેસમાં ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે અન્ય ૧૫ કિમી ફન રેસમાં પણ ૪૦૦ થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. વલસાડમાં બીજી વખત યોજાયેલી આ સ્પર્ધામાં મુખ્યત્વે શહેરના અગ્ર ગણ્ય ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ સ્વાસ્થ્ય પ્રેમી પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. આ સ્પર્ધાના આયોજનમાં વલસાડ રેસર્સ ક્લબના ડો. કલ્પેશ જોષી, ડો. અજીત ટંડેલ, નિતેશ પટેલ, દિપસિંહ વગેરેઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાયલોથોન અગાઉ વોર્મઅપ એક્સરસાઇઝ માટે વેસ્ટર્ન ઝુમ્બા ડાન્સ અને એરબિક ડાન્સ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયલિસ્ટો મ્યુઝિકના તાલે ઝુમી ઉઠ્યા હતા. વહેલી સવારે હા‌ઇવેના એક કોમ્પલેક્ષમાં જાણે ડાન્સ કાર્યક્રમની રમઝટ જામી હતી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાયકલ રેસ વલસાડ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Gujarati Website Gujarat News Gujarat Samachar Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarati Webdunia Rajkot News Gujarati News Live News In Gujarati Gujarati Headline Today Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News.

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે દિલ્લી મેટ્રોમાં મહિલાઓ સેલ્ફ ડિફેંસ માટે ચાકૂ લઈ જઈ શકે

આજની તાજા ખબર દિલ્લી મેટ્રોમાં સફર કરતી મહિલાઓ માટે છે. દિલ્લી મેટ્રોમાં હવે મહિલાઓ ...

news

ગાંધીનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા દિલધડક એર શોનું આયોજન

ગાંધીનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા સોમવારે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુર્ય ...

news

PM મોદી પણ જેમની પતંગબાજી પર ફિદા છે..જાણો કોણ છે આ ગુજ્જુ પતંગબાજ

ગુજરાત ટુરીઝમ દ્વારા દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જલાલપોર તાલુકાના સાગરા ...

news

ગુજરાતે પતંગના કાગળોની અન્ય રાજ્યોમાંથી આયાત કરવી પડે છે

વિશ્વના મોટાભાગના દેશોમાં ઉત્તરાયણ પર્વ પતંગના માધ્યમથી ઉત્સાહભેર ઉજવાય છે. ભારતના બીજા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine