નોટબંધી પછી માયાવતીના ભાઈના ખાતામાં જમા થયા 1.44 કરોડ રૂપિયા, BSP પાસે 104 Cr.

નવી દિલ્હી, મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (11:26 IST)

Widgets Magazine

યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયાની કરોલ બાગ બ્રાંચમાં બસપાના ખાતામાં 104 કરોડ અને માયાવતીના ભાઈ આનંદ કુમારના ખાતામાં 1.43 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો ખુલાસો થયો છે.  ઈન્કમ ટેક્સ વિભાગે તેમના વિરૂદ્ધ બેનામી સંપત્તિ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીના કરોલ બાગ સ્થિત યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી
 
આ તપાસ દરમિયાન ઈડીને યૂનિયન બેંકની શાખામાં 2 એવા એકાઉન્ટ મળ્યા જેમાં નોટબંધીના નિર્ણય બાદ કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જેમાં એક ખાતાધારક માયાવતીના ભાઈ આનંદકુમાર છે. જેમના ખાતામાં ઈડીને એક કરોડ 43 લાખ રૂપિયા મળ્યા તો બીજુ ખાતું બસપાનું પોતાનું છે જેમાં ઈડીને 104 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
 
આ બંને ખાતામાં 8 નવેમ્બર બાદ જુદી જુદી તારીખે આ રકમ નાના નાના ટુકડાઓમાં જમા કરવામાં આવી હતી. ઈડી દ્વારા આ તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગને પણ માહિતી આપતા જોડવામાં આવ્યું છે. જેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ હવે આ રકમની ખરાઈ કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો કે કોઈ ધરપકડ પણ કરવામાં નથી આવી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Top 10 Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર

વર્ષ 2017 ભારતીયો માટે સોના અને પેટ્રોલના મુદ્દે આનંદ અને ઉદાસી બંને સમાચાર લઇને આવશે. ...

news

ભારતે લોંચ કરી અગ્નિ 5 - હવે આપણે પણ અડધી દુનિયા સુધી મિસાઈલથી હુમલો કરી શકીએ છીએ

ભારતની સૌથી લાંબી રેંજવાળી પાવરફુલ ન્યૂક્લિયર મિસાઈલ અગ્નિ-5નુ સોમવારે ઓડિશાના અબ્દુલ ...

news

નવસારીમાં ફરિદા મીરના ડાયરામાં નોટોનો વરસાદ, એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન મળ્યું

થોડા સમય પહેલા ગુજરાતમાં કેશલેશ ડાયરો પ્રકાશમાં આવ્યો હતો જેમાં લોકોએ ચેક ઉછાળીને રંગત ...

news

ગાંધીધામના દંપતીએ બનાવ્યું 128 બિલાડીઓ માટેનું ગાર્ડન

ગાંધીધામના એક દંપતી એ બિલાડીઓ માટે આલિશાન ગાર્ડન બનાવ્યું છે. દંપતી પાસે રોજ 128 જેટલી ...

Widgets Magazine