1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (15:43 IST)

દિલ્હીઃ CBI બિલ્ડિંગમાં આગ - અધિકારીઓને બહાર કાઢ્યુ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

સીબીઆઈની બિલ્ડિંગના બેસમેંટમાં ભીષણ આગના સમાચાર આવ્યા છે. આ આગના કારણે બધા અધિકારીઓ અને સ્ટાફને બહાર કાઢી લીધુ છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ બુઝાવવા ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામ પણ તીવ્રતાથી ચાલી રહ્યુ છે. દિલ્હીના લોધી રોડ સ્થિત સીજીઓ કોમ્પ્લેક્સમાં આ આગ લાગી છે. જાણકારી મુજબ  ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે છેૢ 
 
શુક્રવારની બપોરે આશરે 1.30 વાગ્યે બિલ્ડિંગના બેસમેંટથી ધુમાડો નિકળતા જોવાયુ. ત્યારબાદ થોડીવારમા% અંદરથી આગ નિકળતી જોવાઈ. તરત જ અંદર હાજર અધિકારીઓ અને કર્મચારીઓને તરત બિલ્ડિંગ ખાલી કરવા માટે કહ્યુ. અત્યારે સુધી કોઈ જાનહાનિ ની ખબર નથી આવી. અત્યારે આગ લાગવાના કારણ પણ સામે નથી આવ્યા છે.