ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (17:55 IST)

નિર્ભયા કેસ/નવુ ડેથ વોરંટ - ચારે દુષ્કર્મીઓને હવે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે અપાશે ફાંસી, રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી કરી રદ્દ

પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસના દોષીઓ માટે નવુ ડેથ વોરંટ રજુ કર્યુ છે. જેના મુજબ ચારેય દોષીઓને એક ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે ફાંસીની સજા અપાશે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના ગુનેગાર મુકેશ કુમારની દયા રજી રદ્દ કરી હતી. દોષી મુકેશએ આ અરજી મંગળવારે સાંજે રાષ્ટ્રપતિને મોકલી હતી. આ મામલે બાકી દોષી જો દયા અરજી નહી લગાવે તો 14 દિવસ પછી ચારેય દુષ્કર્મીઓને ફાંસી આપી શકાય છે. 
 
આખરે દિલ્હીની નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસીના ફંદે લટકાડવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આજે તિહાદ જેલના અધિકારીઓએ કોર્ટમાં ચારેય દોષિતો વિરૂદ્ધ ફાંસીની સજા પર ફરી એકવાર ડેથ વોરંટ જાહેર કરવાની અપીલ કરી હતી. એડિશનલ સેશન જજ જસ્ટિસ સતીશ કુમાર અરોરાએ જેલ પ્રસાસાને કહ્યું હતું કે, તે કોર્ટને સાંજે 4:30 વાગ્યા સુધીમાં એ જાણકારી આપશે કે નિર્ભયા કેસમાં ચારેય દોષિતોમાંના એક મુકેશ કુમાર સિંહને એ જાણ કરવામાં આવી છે કે નહીં કે રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી છે.
 
નિર્ભયાની માતાનુ નિવેદન 
 
શુક્રવારે સવારે નિર્ભયાની માતાની અપીલ - જે લોકો 2012 પછી તિરંગો લઈને પ્રદર્શન કરી રહ્યા હતા તે આજે આના પર રાજનીતિ કરી રહ્યા છે. ઘટના પછી લોકોએ કાળી પટ્ટી બાંધી, નારા લગાવ્યા પ્ણ આજ્ને આ લોકો એ બાળકીના મોત સાથે રમત રમી રહ્યા છે. આજે ફાંસીને રોકવામાં આવી રહી છે અને રાજનીતિની રમત રમવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કહ્યુ હતુ કે બહુ થયો હવે નારી પર વાર અબકી માર મોદી સરકાર.  હુ તમને હાથ જોડીને કહેવા માંગુ છુ કે જે રીતે તમે ત્રણ તલાક હટાવી, એ જ રીતે આ કાયદામાં પણ સંશોધન કરો. એક બાળકીના મોત સાથે મજાક ન થવા દો. એ ચારેય ગુનેગારોને 22 તારીખે ફાંસી પર લટકાવો. 
 
શુક્રવારે સાંજે ફાંસીની તારીખ બદલી ગયા પછી - જે ગુનેગાર ઈચ્છે છે એ જ થઈ રહ્યુ છે. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ જ મળી રહી છે.  આપણુ સિસ્ટમ જ એવુ છે. જ્યા દોષીની જ વાત સૌ સાંભળે છે.