મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (18:42 IST)

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે છ આતંકવાદીઓની કરી ધરપકડ, બે લોકોએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ

દિલ્હી પોલીસે છ કથિત આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસનુ કહેવુ છે કે તેમાથી બે ને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ આતંકવાદીઓની ધરપકડ કરી છે. એક ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે કાર્યવાહી કરી. સ્પેશ્યલ સેલને સૂચના મળી હતી કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપના લોકો દિલ્હી અને આસપસના વિસ્તારમાં ધમાકો કરવા માંગે છે અને તેમનુ નિશાન ભરચક વિસ્તારવાળુ સ્થાન છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.  આ ઉપરાંત ચારની યૂપી અને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. 
 
ડીસીપે સ્પેશલ સેલ પ્રમોદ કુમાર કુશવાહે કહ્યુ, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ પાક સમર્થિત આંતકવાદી મૉડ્યૂનો ભંડાફોડ કર્યો છે. બે જણાએ પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. વિસ્ફોટક અને હથિયાર જપ્ત થયા છે.