ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (14:53 IST)

દિગ્વિજય સિંહે RSSની તુલના તાલિબાન સાથે કરી, બોલ્યા મહિલાઓને લઈને સમાન વિચારધારા

મઘ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારે દાવો કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)અને તાલિબાનની મહિલાઓ પર સમાન વિચારઘારા છે. તેમને ટ્વીટ કરી કહ્યુ, તાલિબાનનુ કહેવુ છ એકે મહિલાઓ મંત્રી બનવા લાયક નથી. મોહન ભાગવતે કહ્યુ કે મહિલાઓએ ઘરમાં જ રહેવુ જોઈએ અને ઘરની દેખરેખ કરવી જોઈએ. શુ આ સમાન વિચારધારાઓ નથી ? 
 
દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારમે અફગાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનુ વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. તમણે એક ટ્વીટમાં કહ્યુ, મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવુ પડશે કે શુ ભારત તાલિબાન સરકારને માન્યતા આપશે, જેમા જાહેર આતંકવાદી સંગઠનના સભ્યો મંત્રી છે ? 
 
આ પહેલા દિગ્વિજય સિંહે બુધવારે ઇન્દોરમાં આયોજિત સાંપ્રદાયિક સદ્દભાવ સંમેલનમાં બોલતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને નિશાન બનાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સંગઠન જૂઠ્ઠાણા અને ગેરસમજો ફેલાવીને હિન્દુ મુસ્લિમ સમુદાયોને વિભાજિત કરી રહ્યા છે.
 
ભાગવતની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા કે હિન્દુઓ અને મુસ્લિમોનો ડીએનએ એક છે, દિગ્વિજય સિંહે પૂછ્યું, "જો આવું હોત તો લવ જેહાદ જેવા મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવી રહ્યા હતા?