1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2025 (14:48 IST)

Dilip Ghosh Wedding હાર્યા પછી મળ્યો પ્રેમ, 60 ની વયે લગ્ન કરશે આ બીજેપી નેતા

dilip ghosh
dilip ghosh
Dilip Ghosh Wedding : બીજેપીના મોટા નેતા અને પૂર્વ બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષ 60  વર્ષની વયે લગ્ન કરવા જઈ રહ્યા છે. દિલીપ ઘોષ આજે વિવાહના બંધનમાં બંધાય જશે. લોકોના મનમાં સવાલ થશે કે છેવટે દિલીપ ઘોષ કોની સાથે લગ્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના લગ્ન રિંકુ  મજમુદાર સાથે થઈ રહ્યા છે જે બીજેપીની સક્રિય સભ્ય પણ છે.  દિલીપ ઘોષની વય 60 વર્ષ છે અને હજુ સુધી કુંવારા છે. કાર્યકમ ખૂબ જ ખાનગી રહેશે અને ફક્ત નિકટના સંબંધીઓ અને મિત્રો જ તેમા સામેલ થશે. લગ્નનુ આયોજન કલકત્તાના ન્યૂ ટાઉન સ્થિત તેમના રહેઠાણ પર કરવામાં આવી રહ્યુ છે.  
 
કોણ છે દુલ્હન રિંકૂ મજમૂદાર ? 
 
ઘોષની ફિયાન્સી રિંકુ મજુમદારની ઉંમર લગભગ 50 વર્ષની હોવાનું કહેવાય છે. જો સૂત્રોનું માનીએ તો, છેલ્લી લોકસભામાં ચૂંટણીમાં જ્યારે દિલીપ ઘોષને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રિંકુએ તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં, લગ્ન એક સાદા સમારંભ તરીકે યોજાઈ રહ્યા છે પરંતુ બાદમાં ઘોષના વતન ખડગપુરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
 
દિલીપ ઘોષની રાજનીતિક યાત્રા 
 
દિલીપ ઘોષ 1984 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા અને 2014 માં ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. 2019 માં, જ્યારે ભાજપે બંગાળમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું, ત્યારે ઘોષ રાજ્ય ભાજપ પ્રમુખ હતા. તે જ વર્ષે, તેમણે મિદનાપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ જીતી. જોકે, 2024માં બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડતી વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.