ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (15:41 IST)

Diwali Bonus- કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મોટો નિર્ણય

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લઇ કર્માચારીઓ અને પેન્શનર્સને દિવાળીની ભેટ આપી છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
 
જુલાઇમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને તેને 28 ટકા કર્યો, ત્યારબાદ ફરી 3 ટકાનો વધારો કરતા હવે 31 ટકાના દરે ડીએની ચુકવણી કરવામાં આવશે
 
સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી દીધી છે. ડીએમાં ત્રણ ટકાના વધારાનો મતલબ એ છે કે હવે મોંઘવારી ભથ્થા 31 ટકા હશે. આ વધારાનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.
 
સરકારે 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 28 ટકા વધાર્યું હતું. જે તે સમયે 17 ટકાથી 11 ટકા વધારે હતું. પણ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીના સમયમાં આ ડીએ 17 ટકા જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ડીએનો રેટ્રોસ્પેક્ટિવ રીતે વધાર્યું. એટલે કે તેમાં બાકીના હપ્તાને છોડીને આગળના હપ્તામાં વધારો કરવાનું ચાલૂ કરી દીધું.