શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (13:35 IST)

તન મન થઈ જશે પવિત્ર, ગાયનુ છાણ ખાઈને બોલ્યો MBBS ડોક્ટર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

doctors eats cow dung
ગાયના દૂધ સાથે તેના મૂત્રમાં પણ ઔષધીય ગુણ હોય છે જેને લઈને વિવાદ ખૂબ જૂનો છે. આ દરમિયાન હરિયાણાના એક ડોક્ટરનો વીડિયો ઈંટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ગાયનુ છાણ ખાતા દેખાય રહ્યો છે. ગાયનુ છાણ ખાતા તે કહે છે કે તેનાથી તન અને મન પવિત્ર થઈ જશે. 
 
ટ્વિટર બાયોના મુજબ મનોજ મિત્તલ વ્યવસાયે એમબીબીએસ એમડી ડોક્ટર છે અને હરિયાણાના કરનાલમાં બાળકોના ચિકિત્સક છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે તેઓ ગાયનુ છાણ ખાતા તેના ફાયદા બતાવી રહ્યા છે. લોકો આ વીડિયોને શેયર કરતા ખૂબ આનંદ લઈ રહ્યા છે. 

 
વાયરલ વીડિયોમાં દેખાઅય રહ્યુ છે કે મનોજ મિત્તલ ગૌશાળામાં છે. તેઓ કહે છે કે ગાયમાંથી મળનારી પંચગવ્યનો એક એક ભાગ માનવજાતિ માટે ખૂબ કિમંતી છે. જો આપણે ગાયના છાણની વાત કરીએ તો મારી મમ્મી હંમેશા એકાદશીના વ્રત પર ગાયનુ છાણ લેતી હતી. ત્યારબાદ છાણ મોઢામાં લેતા તેઓ કહે છે કે જો આપણે એક ચમચી  ગાયનુ છાણ ખાઈ લઈએ તો આપણુ તન મન પવિત્ર થઈ જાય છે. આપણી આત્મા પવિત્ર થઈ જાય છે. આ એક વાર આપણા ગર્ભમાં જાય તો આખુ શરીર શુદ્ધ કરી દે છે.