મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 14 ઑગસ્ટ 2021 (11:31 IST)

દુબઈ એક્સપોમાં આવનારી વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરાશે

દેશમાં કોરોનાકાળમાં ધંધા-રોજગાર સહિતની બાબતોમાં બ્રેક વાગી ગઈ હતી, પરંતુ હવે ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે કોરોના ઓસરી રહ્યો હોવાના આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં ફરીવાર જનજીવન સામાન્ય થાય અને ધંધા-રોજગારમાં વધારો થાય એ માટેનાં આયોજનો પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી સમયમાં યોજવા માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. એ ઉપરાંત આગામી ઓક્ટોબર મહિનામાં દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં રાજ્યના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી પણ મુલાકાત લે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે છે અને દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે. એક્સપોમાં એકત્ર થયેલા વૈશ્વિક ઉદ્યોગપતિઓ તથા સાહસિકોને મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળવાની છે, તેથી પણ ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે.છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઉદ્યોગ, ખાણ, ખનીજ, ટ્રાન્સપોર્ટ તથા પ્રવાસન વિભાગ દ્વારા મુખ્યમંત્રીના દુબઈ પ્રવાસ અંગેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ માટેનું પ્રથમ પગલું હશે. રૂપાણીનો પાંચ વર્ષમાં આ ત્રીજો વિદેશપ્રવાસ હશે. અગાઉ તેઓ ઉઝ્બેકિસ્તાન તથા ઈઝરાયેલ ગયા હતા. ગુજરાતમાં કોરોના હવે ફકત હાજરી પૂરતો જ રહ્યો છે અને બીજાં રાજ્યોમાં કેસ વધ્યા છતાં ગુજરાતમાં કોઈ વધારો થયો નથી અને વેક્સિનેશન પણ ઝડપથી ચાલુ જ છે, તેથી મુક્ત બનશે એવો વિશ્વાસ છે. મુખ્યમંત્રી રૂપાણી હવે સમય ગુમાવવા માગતા નથી.આગામી વર્ષના મધ્ય બાદ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ જશે અને તેથી 2022ના પ્રથમ વર્ષમાં નવા ઉદ્યોગો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા યાત્રા તથા સૌપ્રથમ સક્ષમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે, જેમાં આ વર્ષની થીમ ક્લીન, એનર્જી તથા ટૂરિઝમ હશે. તા.1 ઓકટો.ની દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં હાજર વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે. આગામી વર્ષનો વાઈબ્રન્ટ અલગ લુકનો હશે અને એમાં વન ટુ વન મીટિંગો વધુ હશે. ઉચ્ચ બેક ટુ બેક ફરિયાદીએ નેશનલ ડિફેન્સ એક્સપો યોજવાની પણ સરકારની તૈયારી છે. ભારત સંરક્ષણ ઉત્પાદનમાં પગભર થવા લાગી છે, તેથી ગુજરાતને આ સારી તક છે. આ બન્ને આયોજનો મહાત્મા મંદિર ખાતે હશે અને ધોલેરા ‘સર’ ઝોનને હવે દોડતું કરવાની પણ યોજના છે.