Widgets Magazine
Widgets Magazine

યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી

નવી દિલ્હી., બુધવાર, 28 ડિસેમ્બર 2016 (12:24 IST)

Widgets Magazine

પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર) માં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન બુધવારે કરી શકાય છે.  સૂત્રો મુજબ ચૂંટણી કાર્યક્રમની બાબત ચૂંટણી આયોગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી તારીખોની આજે સાંજ સુધી જાહેરાત થઈ શકે છે શક્ય છે કે યૂપીમાં સાત ચરણોમાં અને બાકી ચાર રાજ્યોમાં ચૂંટણી કરાવવામાં આવશે 
 
ગોવા અને મણિપુરમાં એક ચરણમાં ચૂંટણી થવાની શક્યતા છે. જો કે ઉત્તર પ્રદેશમાં અનેક ચરણોમાં ચૂંટણી થઈ શકે છે.  ઉત્તર પ્રદેશની 403 સીટો માટે ચૂંટણી બોર્ડની પરીક્ષાઓ પહેલા કરાવી શકાય છે.  શક્યતા છે કે બોર્ડની પરીક્ષાઓની આગળ જઈ શકે છે કે પછી ચૂંટણીની તારીખો ફેબ્રુઆરી સુધી કરાવી શકાય છે. આ રીતે ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં પણ બોર્ડ પરીક્ષા પહેલા જ ચૂંટણી આયોગ વિધાનસભાની ચૂંટણી પતાવવાની તૈયારીમાં છે.  આવામાં એવુ કહેવાય રહ્યુ છે કે ફેબ્રુઆરીથી માર્ચમાં પાંચ રાજ્યોની ચૂંટણી કરાવી શકાય છે. 
 
ઉલ્લેખનીય છે કે યૂપીને છોડીને બાકી રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં પુરો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારે 15 માર્ચ 2012ના રોજ શપથ લીધી હતી. આ રીતે યૂપી વિધાનસભાનો કાર્યકાળ 27 મે સુધી છે. 
 
ઉલ્લેખનીય છે કે સહિત પાંચ શહેરોમાં થવા જઈ રહેલ વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય પોલીસ બળો સાથે એક લાખ અર્ધસૈનિક બળોની ગોઠવણી કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કહ્યુ છે કે આગામી બે મહિનામાં થવા જઈ રહેલ વિધાનસભા ચૂંટણી માટે અર્ધસૈનિક બળોની 1000 કંપનીઓ તૈયાર કરાવવામાં આવે. દરેક કંપનીમાં 100 સુરક્ષાકર્મચારી હોય છે. સત્તાવાર સૂત્રો મુજબ પંચે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે થયેલ તાજેતરની બેઠક દરમિયાન આ આગ્રહ કર્યો. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન સુરક્ષાના અનેક પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

MP ના પૂર્વ સીએમ સુંદરલલ પટવાનુ નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. સુંદરલાલ પટવા ...

news

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા ...

news

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ક્રિસમસની ઉજવણી સમયે ઝેરી દારૂ પીતા 30 લોકોના મોત થયાના ...

news

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73 % મતદાન

આજની મતદાન પ્રક્રિયામાં કુલ 1,47,749 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. મળતી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine