શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 માર્ચ 2024 (18:03 IST)

Bengaluru ના એક રેસ્ટોરેંતમાં ધમાકો, 4 લોકો ઈજાગ્રસ્ત

-રામેશ્વરમ કેપ રેસ્ટોરન્ટમાં વિસ્ફોટના
-હાજર ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા
-રેસ્ટોરન્ટમાં 3 લોકો કામ કરે છે. જે

Bengaluru- બેંગલુરૂના વાઈલ્ડ ફીલ્ડસમાં 80 ફીટ રોડ પર સ્થિત રામેશ્વરમ કેપ રેસ્ટોરન્ટમાં વિસ્ફોટના સમાચાર છે. વિસ્ફોટમાં રેસ્ટોરન્ટમાં હાજર ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 3 લોકો રેસ્ટોરન્ટમાં કામ કરે છે. જેમાં જમવા માટે આવેલી એક મહિલા સહિત ચાર લોકોને ઈજા થઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા


કુંદનહલ્લી વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટના કારણે આગ લાગી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને ફાયર વિભાગના જવાનો ત્યાં પહોંચી ગયા છે. વિસ્ફોટ સમયે જોરદાર અવાજ સંભળાયો હતો અને આસપાસની દુકાનો, આગળની ઓફિસો અને ઓફિસોના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.

આ ઘટનામાં કાફેના 3 સ્ટાફ અને 2 ગ્રાહકો સહિત 9 લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ખતરાની બહાર છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ બોમ્બ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. 
એક વ્યક્તિ કેફેમાં એક બેગ છોડી ગયો હતો, જેના પછી વિસ્ફોટ થયો હતો.


Edited BY-Monica Sahu