શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , રવિવાર, 22 જુલાઈ 2018 (12:44 IST)

રાહુલ ગાંધીએ કોણે અને કેમ મારી આંખ ? જાણો રહસ્ય

લોકસભામાં ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીને ગળે ભેટીને પોતાની સીટ પર પરત ફર્યા તો તેમનો આંખ મારવાનો વીડિયો વાયરલ થઈ ગયો. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને રાહુલ ગાંધીના આ વ્યવ્હાર માટે સલાહ આપી. સોશિયલ મીડિયા અને સમીક્ષકોએ પણ તેમની આલોચના કરી. પણ લોકસભાની કાર્યવાહીનો વીડિયો ધ્યાનથી જોવામાં આવે તો લાગે છે કે રાહુલ ગાંધીનો હેતુ પ્રધાનમંત્રી મોદીને અપમાનિત કરવાનો નહોતો. 
 
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જ્યારે પ્રધાનમંત્રીને ગળે ભેટીને પરત પોતાની સીટ પર આવ્યા તો તેમનાથી થોડે દૂર બેસેલ કોંગ્રેસ સાંસદ જ્યોતિરાધિત્ય સિંધિયાએ તેમને થમ્સઅપ કર્યુ અને શુભેચ્છા પાઠવી. જ્યોતિરાધિત્ય સિંધિયાના થમ્સઅપ કરવા પર રાહુલ ગાંધી તેમને આંખ મારત હસી પડ્યા.  બૉડી લૈગ્વેઝ એક્સપર્ટનુ કહેવુ છે કે એક જેવી વયના મિત્રોની વચ્ચે આવું થવું બહુ સ્વાભાવિક છે. તેમનું કહેવું છે કે આમ કરીને રાહુલ ગાંધી વડાપ્રધાનને લઇ કોઇ ટિપ્પણી કરતાં નહોતા પરંતુ તેમનો આશય એ હતો કે આ તેમના માટે બધુ સરળ હતું અથવા તો તેઓ કહેવા માંગતા હતા કે તેમનું મિશન સફળ રહ્યું.
 
નિષ્ણાતોના મતે તેમના એક્સપ્રેશનમાં શરારત ચોક્કસ હતી, પરંતુ કોઇને અપમાનિત કરવાનો કોઇ ઇરાદો નહોતો. તેના પરથી એ પણ ખબર પડે છે કે ભાષણ આપવું અને વડાપ્રધાનને ગળે લગાવા દરમ્યાન રાહુલ ગાંધી પર કોઇ દબાણ નહોતું. તેઓ કુલ હતા. આવા અવસર પર તણાવમાં પણ આવી શકતા હતા, ખાસ કરીને ત્યારે જ્યારે તેમના કહેવા પર પણ વડાપ્રધાન ઉઠ્યા નહીં. એવામાં રાહુલે તરત નિર્ણય લીધો અને તેઓ તેમને ભેટી પડ્યા. તેમનું પોતાના પર સંપૂર્ણપણે નિયંત્રણ હતું.
 
વડાપ્રધાન ઉભા ના થયા તે અંગે પણ નિષ્ણાતોનું કહેવું છેકે એ પણ સ્વાભાવિક હતું. રાહુલ ગાંધીનો વ્યવહાર એટલો અનપેક્ષિત હતો કે કોઇપણ હેરાન થઇ જાય. વડાપ્રધાને વિચાર્યું કે તેઓ હાથ મિલાવા માટે આવી રહ્યાં છે, પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ તેમને ઉભા થવા માટે કહ્યું તો તેઓ સમજી શકયા નહીં કે તેઓ શું કરી રહ્યાં છે. જો કે બાદમાં વડાપ્રધાને પોતાને સંભાળ્યા અને રાહુલ ગાંધીને ફરીથી બોલાવી તેમની સાથે કંઇક વાત કરી અને તેમની પાઠ થાબડી.
 
કુલ મળીને એક સ્વસ્થ માહોલની દ્રષ્ટિએ આ પહેલને સારી જ કહેવાશે. જો કે સદનની પોતાની ગરિમા હોય છે. પોતાની સિસ્ટમ હોય છે, તેનું ધ્યાન રાખવું જોઇએ. આ જ કારણ હતું કે લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીના વ્યવહારને લઇ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન પદની પોતાની ગરિમા હોય છે અને ગૃહમાં આ રીતે ગળે મળવું યોગ્ય નથી. તેમણે આંખ મારી તેના પર પણ વાંધો ઉઠાવ્યો.