રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (14:44 IST)

Fastag on Petrol Pump - ફાસ્ટેગ વડે પેટ્રોલ ભરો, પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ

પાર્કિંગથી લઈને પેટ્રોલ પંપ સુધી તમે કોઈપણ મુશ્કેલી વિના ચૂકવણી કરી શકશો
 
ગોવા સ્થિત સ્ટાર્ટઅપ ન્યુમેડિકે FASTag ની મદદથી પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ માટે આ સ્ટાર્ટઅપે ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે જોડાણ કર્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ ગયા વર્ષના ઓક્ટોબરથી ચાલી રહ્યો છે.

આ પંપ પર આવતા ઘણા ગ્રાહકો કારના કાચ નીચા કર્યા વિના સરળતાથી ચૂકવણી કરીને આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે કંપનીનું આયોજન આ પ્રોજેક્ટને અન્ય ઓઈલ કંપનીઓ અને બેંકો સાથે જોડીને દેશભરના વધુ પેટ્રોલ પંપ પર આ સુવિધા આપવાનું આયોજન કરી રહી છે.