શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શનિવાર, 7 ઑક્ટોબર 2023 (09:58 IST)

500 કરોડ આપો, બિશ્નોઈને છોડો... વડાપ્રધાન મોદીને મેલ પર કોણે ધમકી આપી?

namo stadium
namo stadium
એક ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ સતર્ક છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 500 કરોડ ઉપરાંત ઈમેલ મોકલનાર વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્રાથમિક ટેકનિકલ તપાસના આધારે મુંબઈ પોલીસને ઈમેલ વિશે જાણ કરવામાં આવી છે અને ઈમેલ મોકલનારને પકડવાના પ્રયાસો ચાલુ છે. ગુજરાત પોલીસ ઉપરાંત NIA પણ આ કેસની તપાસ કરી રહી છે.
 
મુંબઈ પોલીસે વર્લ્ડ કપની પાંચ મેચોની યજમાની માટે વાનખેડે સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે મેલ ગુરુવારે સવારે મળ્યો હતો અને તેને અનેક રાજ્યોની પોલીસ સાથે શેર કરવામાં આવ્યો હતો.
 
એજન્સીઓ ટેન્શનમાં છે કારણ કે ગયા અઠવાડિયે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે પણ આવી જ ધમકી આપી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ મેલ પાછળ એસએફજેનો હાથ છે? રસપ્રદ વાત એ છે કે, બિશ્નોઈએ બે અઠવાડિયા પહેલા કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી સ્વીકારી ત્યારથી તે એસએફજે રડાર પર છે. એક સૂત્રએ કહ્યું કે જો આ એંગલથી જોવામાં આવે તો આ મેઈલ ધ્યાન હટાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. હાલમાં પોલીસ અને એજન્સીઓ ઈમેલ મોકલનારનું આઈપી એડ્રેસ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
 
ઈન્ડિયન એક્સપ્રેસે ઈમેલના શબ્દો પ્રકાશિત કર્યા છે. આ મુજબ, મેલમાં કહેવામાં આવ્યું હતું કે, 'અમને તમારી સરકાર તરફથી 500 કરોડ અને  લોરેન્સ બિશ્નોઈની જરૂર છે, નહીં તો આવતીકાલે અમે નરેન્દ્ર મોદીની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દઈશું. ભારતમાં દરેક વસ્તુ વેચાય છે, તેથી અમે પણ કંઈક ખરીદ્યું છે. તમે તેને ગમે તેટલી સુરક્ષિત કરો, તમે તેને અમારાથી બચાવી શકશો નહીં. જો તમારે વાત કરવી હોય તો આ મેઈલ પર જ વાત કરો.