ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 જૂન 2023 (15:16 IST)

ગૂગલ તમને 631 રૂપિયા આપશે! આજે આ રીતે કરો ક્લેમ

જો તમે 2006 થી 2013 ની વચ્ચે ગૂગલ પર થોડી સર્ચ કરી હોય તો તમને થોડા પૈસા મળી શકે છે.

ગૂગલે યુઝર્સની સર્ચ હિસ્ટ્રી તેમની સંમતિ વિના થર્ડ પાર્ટી વેબસાઈટ સાથે શેર કરી હતી, જેના કારણે કંપનીએ મામલાની કિંમત ચૂકવવી પડી હતી. જોકે, ગૂગલે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કંપનીએ યુઝરની માહિતી કોઈની સાથે શેર કરી નથી.
 
કોને રકમ મળશે:
જો તમે 26 ઓક્ટોબર, 2006 અને 30 સપ્ટેમ્બર, 2013 વચ્ચે ગૂગલ સર્ચનો ઉપયોગ કર્યો હોય અને કંઈપણ સર્ચ કર્યું હોય, તો તમને આ રકમ મળી શકે છે. આ રકમનો દાવો કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી છે.


Edited By-Monica sahu