મમતા સરકારની મોટી જાહેરાત, શોપિંગ મોલ બનાવવા માટે માત્ર 1 રૂપિયામાં મળશે જમીન
મમતા બેનર્જી: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે દરેક જિલ્લામાં એક શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરી છે, જેના માટે સરકાર જમીન પણ આપશે. આ માટે મમતા સરકાર માત્ર 1 રૂપિયામાં જમીન આપશે. વાંચો રિપોર્ટ
Mamata Banerjee: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2026 ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતાની આ જાહેરાત ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને મહિલાઓ માટે છે. સરકારે દરેક જિલ્લામાં એક શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરી છે, જેના માટે માત્ર 1 રૂપિયામાં જમીન આપવામાં આવશે. જોકે, મમતા સરકારે આ માટે કેટલીક શરતો પણ મુકી છે. મુખ્યમંત્રીએ અલીપુરમાં શિલ્પન (ચામડું અને કુટીર ઉદ્યોગ કેન્દ્ર) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે.
મમતા સરકારનુ મોટુ એલાન
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે એલાન કર્યુ છે તેના હિસાબથી મૉલ માટે ફક્ત એક રૂપિયામાં જમીન ખરીદી શકે છે. તેમણે આ એલાન રાજ્યના વિકાસને નવી દિશા આપવા માટે કર્યુ છે. અલીપુરમાં શિલ્પન (ચામડું અને કુટીર ઉદ્યોગ કેન્દ્ર) ના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન, તેમણે કહ્યું કે 'અમે જિલ્લા મુખ્યાલયમાં એક શોપિંગ મોલ બનાવીશું. અમે તેના માટે એક રૂપિયામાં જમીન આપીશું.' તેમણે વધુમાં કહ્યું કે 'તમે તેને ગમે તે રીતે બનાવો, તમે ગમે તે બનાવો, 8 માળનું, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.'
.
સરકારે કેમ મુકી આ શરત ?
સીએમ મમતાએ પોતાની યોજના માટે કેટલીક શરત પણ બતાવી. તેમણે કહ્યુ કે જે પણ બિલ્ડર આ સ્સ્થા મૉલ બનાવશે તેણે મૉલમાં બે માળ રાજ્ય સરકાર માટે અનામત કરવા પડશે. સાથે જ બે માળ મહિલા સ્વયં સહાયતા સમુહો માટે છોડવા પડશે. જેથી તે પોતાનો હૈડીક્રાફ્ટ, પ્રોડક્ટ અને સ્થાનીક સામાન વેચી શકે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી, મુખ્યમંત્રીએ કહ્યું કે 'મને મારા આત્મનિર્ભર મહિલા જૂથો માટે તે બે માળની જરૂર છે, બાકીની જગ્યામાં તમે સિનેમા હોલ બનાવી શકો છો, કાફે ખોલી શકો છો, જે ઇચ્છો તે કરી શકો છો.'
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-માર્ચ 2026 માં યોજાશે. અહીં 294 બેઠકો માટે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસ (TMC), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPIM), ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે