શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (10:23 IST)

આજે લોકસભામાં GST બીલ રજુ કરી શકે છે સરકાર

સરકાર વસ્તુ અને સેવા કર(જીએસટી) સાથે સંબંધિક સહાયક ખરડાને આજે સંસદમાં રજુ કરી શકે છે. સૂત્રોના મુજબ સી-જીએસટી, આઈ-જીએસટી યૂટી-જીએસટી અને વળતર કાયદાને સોમવારે લોકસભામાં મુકી શકે છે. આ જરૂરી ખરડા પર લોકસભામાં 28 માર્ચના રોજ જ ચર્ચા થઈ શકે છે. 
 
આ ઉપરાંત વિવિધ ઉપકરોને સમાપ્ત કરવા માટે ઉત્પાદ અને સીમા ચાર્જ કાયદામાં સંશોધન અને નવી જીએસટી વ્યવસ્થા હેઠળ નિકાસ અને આયાતના બિલ આપવા સંબંધિત સંશોધન પણ સદનમાં મુકી શકાય છે. 
 
સૂત્રોનુ માનીએ તો સરકાર ઈચ્છે છે કે જીએસટી સાથે સંબંધિત ખરડો લોકસભામાં 29 માર્ચ કે વધુમાં વધુ 30 માર્ચ સુધી પાસ  થઈ જાય. ત્યારબાદ આ ખરડાને રાજ્યસભામાં મુકવામાં આવશે.  સરકારનો ઈરાદો જીએસટીને 1 જુલાઈથી લાગૂ કરવાનો છે.  જીએસટી લાગૂ થયા પછી ઉત્પાદ, સેવા કર, વૈટ અને અન્ય સ્થાનીક ફી તેમા સંમેલિત થઈ જશે.