રવિવાર, 9 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (09:02 IST)

ગુજરાતમાં 102 જળાશયો 70% અને 51 ડેમ 100% ભરાયાં, કુલ જળસંગ્રહ 67% પાર

gujarat 102
હવામાન ખાતાની આગાહી મુજબ, 21 અને 22મી સપ્ટેમ્બરે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે. સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો. રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે. 6 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. 100 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે. 112 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ જ્યારે 33 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ છે. જળાશયોમાં હાલમાં 67 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણી સંગ્રહ ઓછો છે. રાજ્યના કુલ જળસંગ્રહ 25244 એમ.સી.એમ.માંથી 22398 એમ.સી.એમ. સંગ્રહ એટલે કે 88 ટકા સંગ્રહ 18 મુખ્ય જળાશયોમાં થાય છે. આ 18 મુખ્ય જળાશયોમાંથી માત્ર 11 જળાશયોમાં જ 50 ટકાથી વધારે પાણી છે. આ વર્ષે જૂન મહિનામાં 5 ઇંચ, જુલાઇમાં 7 ઇંચ જ્યારે ઑગસ્ટમાં માત્ર 2.5 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 20 દિવસમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 102 જળાશયો 70%થી વધારે ભરેલા છે, 51 સંપૂર્ણ ભરેલા જ્યારે 36 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે.