પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (13:24 IST)

Widgets Magazine
nikhil savani


15 દિવસ પહેલા બીજેપીમાં સામેલ થયેલા પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને નિખિલે જણાવ્યું હતું કે, હાર્દિક અને મારી વચ્ચે મતભેદ હોઇ શકે છે પરંતુ મનભેદ નથી. મે પાટીદાર સમાજના હિત માટે જ કામો કર્યા છે, પાટીદાર સમાજના હિત માટે જ સાથે જોડાયો હતો. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે જે ચાર મુદ્દા ઉપર નિર્ણય લીધો હતો એા આધારે જ હું બીજેપીમાં સામેલ થયો હતો. હું બીજેપીમાંથી રાજીનામું આપી રહ્યો છે. બીજેપી પાટીદાર સમાજના સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે. પાટીદારોને ખરીદવાની કોશિશ કરી રહી છે. 

નિખિલે વધુમાં જણાવ્યું હતું કે બીજેપી પાટીદારોને ખરીદવા માટે નીકળી પડી છે. પાટીદારોને ખરીદવા માટે કરોડો રૂપિયા આપી રહી છે. નરેન્દ્ર પટેલ એક નાના પરિવારમાંથી આવે છે તો પણ તેમણે 1 કરોડ રૂપિયાની ઠુકરાવી સમાજને સાથ આપ્યો છે. એના માટે તેમને અભિનંદન. હાર્દિક પટેલ જે આંદલન કરી રહ્યા છે તે એકદમ સાચું છે.  બીજેપીમાંથી રાજીનામું આપ્યા પછી હું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગીશ. એવો પ્રયત્ન કરીશ કે હાર્દિક પટેલની સાથે સાથે રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને ભાજપ સાથે જોડાવવા માટે કોઇ પૈસા મળ્યા નથી. જો મારે પૈસા લેવા હોત તો હું દોઢ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયો હોત. વરુણ પટેલે મને રૂ. 10 લાખ આપ્યા અને બીજા આવતીકાલે સોમવારે 90 લાખ આપવાની વાત કરી.સમાજમાં આવા લોકોને ખુલ્લા પાડવા નાટક કર્યું. હું ક્યારેય વેચાવાનો નથી. ભાજપ તરફથી આવેલા 10 લાખ રૂપિયાની થોકડી લઈને બેઠેલા નરેન્દ્ર મોદીએ ભાજપના કારનામાને ખુલ્લા પાડ્યા. આ પૈસા જીતુ વાઘાણી થકી વરુણ પટેલને આપી નરેન્દ્ર પટેલને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવો ખુલાસો તેમણે કર્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નિખિલ સવાણી ભાજપ Gujarat-elections Nikhil-savanic Quits-bjp Mistake

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ખરા ટાઈમે ખેલ ઉંઘો પડતાં મોદી અને શાહ અકળાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપે પાટીદાર અનામત આંદોલનકારીઓને સાથે લેવાનો ખેલ ...

news

ભાજપનો કરોડો ખર્ચીને પાટીદાર નેતાઓને ખરીદવાનો કારસો

વરૃણ પટેલ અને રેશમા પટેલ સહિતના પાસના નેતાઓ ભાજપમાં જોડાયા બાદ પાસના જ કન્વિનર નરેન્દ્ર ...

news

video- વડોદરામાં આશાવર્કરે પીએમ મોદી પર રોડ શો દરમિયાન બંગડીઓ ફેંકી

વડોદરા ખાતે યોજાયેલ વડાપ્રધાન મોદીના રોડશોમાં એક આશાવર્કર મહિલાએ બંગડીઓ ફેંકતા હડકંપ મચી ...

news

પાટીદાર અનામત આંદોલનના વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાતા રાજકારણ બદલાયું

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનકારીઓ હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ભાજપે હાર્દિક પટેલને ...

Widgets Magazine