સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:25 IST)

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના, આઠ લોકોનાં મોત

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના થઇ છે. જેમાં આ ભીષણ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળક ઘાયલ થયું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાવ તરફ જઇ રહ્યાં હતાં. એ દરમ્યાન એક તેજ ઝડપથી આવતી ટ્રકે ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. તેનાથી આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. 
જાણકારી મુજબ બહાદુરગઢના બાદલી અને ફરુખનગરની વચ્ચે કેએમપી એક્સપ્રેસવે હાઈવે પર આ ઘટના બની છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે સ્પીડ સાથે આવી રહેલા ટ્રકે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. આમાં 8 લોકોના સ્થળ પર મોત થયા હતા