યુપીના હાથરસમાં નાસભાગનુ કારણ સામે આવ્યા, જાણો કોણ છે કથાકાર  
                                       
                  
				  				  
				   
                  				  Hathras Satsang Stampede- યુપીના હાથરસ માં એક મોટો અકસ્માત થયો છે. અહીં ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 40 મહિલાઓ સહિત 50થી વધુ લોકોના મોત થયા છે. 150 થી વધુ લોકો ગંભીર છે.
				  										
							
																							
									  
	 
	સિકંદરરૌ નગર પાસે એટા રોડ પર આવેલા ફુલરાઈ ગામમાં સત્સંગ બાદ મોટો અકસ્માત થયો હતો. નાસભાગનું મુખ્ય કારણ એ હતું કે અહીં કથા કરવા આવેલા કથાકાર ભોલે બાબાનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા. બાબાના કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગમાંથી રોકી દેવામાં આવી હતી, જે દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી.
				  
	 
	અકસ્માત પાછળ સંચાલકોની ભૂલ
	લગભગ 12.30 વાગ્યે સત્સંગ સમાપ્ત થયા પછી, ભીડને રોકી દેવામાં આવી હતી અને ભોલે બાબાને પાછળના દરવાજેથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. જેના કારણે અંદરનું દબાણ વધી ગયું હતું. ત્યાં એક ઊંડો ખાડો હતો, જ્યારે કેટલાક લોકો તેમાં પડી ગયા, ત્યારે ભાગદોડ મચી ગઈ. લોકો એકબીજાને કચડીને પસાર થતા રહ્યા. ખાડામાં પડીને ઘણા લોકોના મોત થયા હતા.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	કોણ છે કથાકાર ભોલે બાબા?
	હાથરસમાં સત્સંગ માટે આવેલા કથાકાર ભોલે બાબા કાસગંજ જિલ્લાના પટિયાલીના બહાદુર નગરના રહેવાસી છે. તેનું મુખ્ય નામ એસપી સિંહ છે. ભોલે બાબાએ 17 વર્ષ પહેલા પોલીસમાં એસઆઈની નોકરી છોડી દીધી હતી અને ત્યારથી સત્સંગ શરૂ કર્યો હતો.
				  																		
											
									  Edited By- Monica Sahu