રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (17:29 IST)

ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો, કેન્દ્ર સરકારે માર્ચથી લઈને મે સુધીની એડવાઈઝરી રજુ કરી

Weather Forecast March 2023:   ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીએ પોતાનું રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. હવામાન વિભાગે માર્ચના મધ્ય સુધી મે જેવી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગરમીએ 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કહેવાનો અર્થ એ છે કે 122 વર્ષ પહેલાં આવી ગરમી પડી હતી.
 
 હવામાન વિભાગ અનુસાર, ઉત્તર અને મધ્ય ભારતમાં સરેરાશ દિવસનું તાપમાન 1.73 ડિગ્રી સેલ્સિયસ છે, તે પહેલા ફેબ્રુઆરી 1901માં 0.81 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મતલબ કે આ પહેલા ફેબ્રુઆરીમાં આટલી તીવ્ર ગરમી ક્યારેય જોવા મળી નથી. ગરમીને જોવા માટે કેન્દ્ર સરકારે માર્ચથી મે સુધી એડવાઈઝરી જારી કરી છે.
 
ગરમી કેમ વધતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાથી જ આટલી ગરમી પાછળ 2 કારણ છે. 
 
1. ગુજરાત અને રાજસ્થાનમાં એંટી સાઈક્લોનિક સર્કુલેશન  (Anti cyclonic circulation)નુ બનવુ અને આકાશનુ સ્વચ્છ રહેવુ. આ કારણે તાપમાન એકદમ વધી ગયુ. 
 
2. તટીય વિસ્તારોમા સી-બ્રીજ ની શરૂઆતમા મોડુ એટલે કે સમુદ્રમાંથી આવનારી પશ્ચિમી હવાઓ બપોર સુધી ચાલી રહી છે. સી-બ્રીજ પરથી બપોર પછી તટીય વિસ્તારોનુ તાપમાન ગબડે છે. 
 
 
ગરમીને લઈને સરકારની એડવાઈઝરી -  કેન્દ્ર સરકારે વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને દેશના લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બાળકોને ઘરની બહાર કે કારની અંદર એકલા ન છોડવા માટે કહેવામાં આવ્યું છે.
 
જણાવી દઈએ કે ગુજરાતના ઈતિહાસમાં બીજી વખત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સાથે ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી પડી છે. અત્યાર સુધીમાં ફેબ્રુઆરીનું મહત્તમ સરેરાશ તાપમાન 3.40 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 24.86 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. અગાઉ 1960માં આ તાપમાન ફેબ્રુઆરીમાં 24.55 ડિગ્રીએ પહોંચ્યું હતું.