શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2024 (12:50 IST)

IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર કસ્ટડીમાં, ખેડૂતો પર બંદૂક લહેરાવતો વીડિયો થયો વાયરલ

manorama khedkar
IAS Puja Khedekar- પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે, "અમે તેને (મનોરમા ખેડકર, તાલીમાર્થી IAS પૂજા ખેડકરની માતા)ને સવારે મહાડથી અટકાયતમાં લીધી છે અને હવે તેની પૂછપરછ કરીશું. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
 
IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની પોલીસે કરી અટકાયત, ખેડૂતો પર બંદૂક લહેરાવતો વીડિયો થયો વાયરલ
 
તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને પુણે પોલીસે કસ્ટડીમાં લીધા છે. મનોરમા ખેડકર પર કથિત રીતે ગેરકાયદેસર બંદૂક રાખવાનો અને ખેડૂતો તરફ ઈશારો કરવાનો આરોપ છે. તાજેતરમાં, મનોરમા ખેડકરનો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પુણે જિલ્લાના મૂળશી ગામમાં જમીન વિવાદ દરમિયાન ખેડૂતો પર પિસ્તોલ લહેરાવતી જોવા મળી હતી.
 
પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે IAS તાલીમાર્થી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને મહાડથી અટકાયતમાં લેવામાં આવી છે.