1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (10:21 IST)

હોમવર્ક ન કર્યુ તો શિક્ષકે ઢોર માર મારતા 13 વર્ષના વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, શાળાની માન્યતા રદ્દ

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં  બુધવારે એક ટીચરએ તેમના 13 વર્ષના વિદ્યાર્થીની મારી-મારીને  હત્યા કરી નાખી. આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા શિક્ષણ મંત્રી ગોવિંદ દોતાસરાએ શાળાને માન્યતા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સાલાસર પોલીસ સ્ટેશનના એસએચઓ સંદીપ વિશ્નોઈએ જણાવ્યું કે 13 વર્ષનો ગણેશ એક ખાનગી શાળામાં ધોરણ 7 નો વિદ્યાર્થી હતો અને તેનું હોમવર્ક પૂરું ન કરવા બદલ શિક્ષકે તેને ખૂબ માર માર્યો હતો.
 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આરોપી શિક્ષક મનોજ (35) ને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.
 
શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ દોતાસરાએ જણાવ્યું હતું કે, કોલાસર ગામમાં ખાનગી શાળાના શિક્ષકને માર મારવાના કારણે સાતમા ધોરણના બાળકના મોત અંગે દુખદ સમાચાર મળ્યા છે. પોલીસે આરોપી શિક્ષકને પકડીને યોગ્ય તપાસ શરૂ કરી છે. દોતાસરાએ જણાવ્યું હતું કે, આ મામલાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સત્તાવાળાઓને શાળાની માન્યતા સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.