મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2019 (15:41 IST)

VISA માટે સગા ભાઈ સાથે કરી લીધા લગ્ન

પંજાબમાં સંબંધોના તાર-તાર કરનારા સમાચાર સામે આવ્યા. જેને પણ આ સમાચાર સાંભળ્યા તે હેરાન થઈ ગયુ. એક યુવતીએ પોતાન સગા ભાઈ સાથ લગ્ન કરી લીધા. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થવુ હતુ. લગ્ન પછી તેણે નકલી પાસપોર્ટ બનાવડાવ્યો અને ઓસ્ટ્રેલિયા જતી રહી.  એક મહિલાએ આ વાતની ફરીયાદ પોલીસને કરી. જ્યારબાદ આ મામલાનો ખુલાસો થયો.  આ ષડયંત્રમાં ભાઈ-બહેનના પરિવારનો પણ સમાવેચ છે.  પંજાબમાં એક ગામની યુવતીને વિદેશમાં જઈને રહેવુ હતુ. પણ તેને વીઝાની સમાસ્યા હતી. 
 
sbsને ઈંસ્પેક્ટર જય સિંહે કહ્યુ - તપાસ મુજબ અમને અત્યાર સુધી એ જાણ થઈ છે કે તેમનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી રહેવાસી છે અને તેની બહેને ખોટા ડોક્યુમેંટ્સ બનાવ્યા અને મેરેજે સર્ટિફિકેટ ગુરૂદ્વારેથી બનાવી લીધુ અને ઓફિસમાંથી નોંધણી કરાવી લીધી. 
 
ઈંસ્પેક્ટરે આગળ મામલા વિશે વાત કરતા કહ્યુ - તેમણે સામાજીક વ્યવસ્થા, કાયદાકીય વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થાને દગો આપ્યો છે. જેથી તેઓ વિદેશમાં રહી શકે. અમે રેડ્સ પાડી રહ્યા છે. પણ તેઓ ભાગી રહ્યા છે. અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી. 
 
નકલી ડોક્યુમેંટ્સની મદદથી યુવતી પોતાના ભાઈ સાથે ઓસ્ટ્રેલિયા જતી રહી છે. તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં જૉબ કર છે. પોલીસ મુજબ આ દગાબાજીનો સંગીન મામલો છે. જેમા સમગ્ર પરિવાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.  પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.  ઈંસ્પેક્ટર જય સિહે કહ્યુ - વિદેશ જવા માટે લોકો અનેક પ્રકારના દગા કરે છે.  પણ સગાભાઈ સાથે લગ્ન કરીને વિદેશ જવાનો મામલો પહેલીવાર સામે આવ્યો જેને સાંભળીને બધા નવાઈ પામ્યા છે.