રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (13:30 IST)

જિમ કરતી વખતે ક્ષણભરમાં મોત: VIDEO

ઇંદોરના લસૂડિયા પોલીસ વિસ્તારની ગોલ્ડન જીમમાં ગુરૂવારે સવારે વર્કઆઉટ દરમિયાન એક હોટલ માલિકની મોત થઈ છે. વૃંદાવન હોટલના માલિક પ્રદિપ રઘુવંશી જે દરરોજની જેમ જિમ ગયા હતાં. ગુરૂવારે સવારે ગોલ્ડન નામનાં જીમમાં કસરત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક ચક્કર આવતા થડી પડ્યા હતા.ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
 
આ પહેલા પણ જિમમાં હાર્ટ એટેકના ઘણાં કેસ સામે આવેલા છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને પણ જિમમાં વર્ક આઉટના સમયે એટેક આવ્યો હતો. કેટલાક દિવસો હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો હતો પરંતુ અચાનક તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું પણ 46 વર્ષની ઉંમરે આ જ રીતે મોત નીપજ્યું હતું.
 
રઘુવંશીના મૃત્યુ બાદ નંદા નગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.કહેવાય છે કે તેઓ ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીયના ખૂબ જ ખાસ માનવામાં આવતા હતા.રઘુવંશી ઈન્દોરની પ્રખ્યાત વૃંદાવન હોટલમાં ભાગીદાર પણ હતા.મૃતક રઘુવંશીને એક પુત્ર હતો. અને એક દીકરીએ ઘર ખાલી કરીને લસુડિયામાં પોતાનું ઘર બનાવ્યું હતું.પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
- નીતિન છાપરવાલ, હેડ ટ્રેનર ગોલ્ડ જીમ
આ જ મામલે પોતાનો અભિપ્રાય આપતા ડોક્ટરે કહ્યું કે વર્કઆઉટ કરતા પહેલા મોટી ઉંમરની વ્યક્તિએ ડોક્ટરનું ચેકઅપ કરાવવું જરૂરી છે.સામાન્ય દિવસોમાં દરેક વ્યક્તિ જિમમાં જવાનું શરૂ કરી દે છે, જ્યાં દરેક વ્યક્તિને ફિટનેસ પછી સમસ્યા થઈ શકે છે.