બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (12:55 IST)

Joshimath Sinking: જોશીમઠમાં ધસકતી જમીન પર પહેલી એક્શન, આજે તોડી પડાશે 2 હોટલ

JoshiMath
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોને ત્યાથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી  બાજુ અધિકારીઓએ કહ્યુ કે જે બિલ્ડિંગમાં દરારો પડી છે અને વધુ નુશાન થયુ છે તેમને જમીનદોસ્ત કરવામાં આવશે.  જેથી નિકટની દુકાનોને નુકશાન ન થાય્ એવુ બતાવાયુ છે કે  ધ્વસ્તીકરણનુ કામ આજે એટલે કે મંગળવારે શરૂ કરવામાં આવશે. 

 
જોશીમઠના વિસ્તારને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેને ખતરનાક, બફર અને સંપૂર્ણપણે સુરક્ષિત ભાગોમાં રાખવામાં આવ્યો છે. મેગ્નિટ્યુડના આધારે ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને આ ઝોન બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂસ્ખલનનો ભોગ બનેલા જોશીમઠની 600થી વધુ ઈમારતો પર તિરાડો પડી ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત આ ઈમારતોને તોડી પાડવામાં આવશે.
જોશીમઠનો 30 ટકા ભાગ થયો પ્રભાવિત 
 
જોશીમઠને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને આ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનડીટીવીના એક અહેવાલ મુજબ લગભગ 4 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ અહેવાલ અનુસાર, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે જોશીમઠનો 30 ટકા વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે. નિષ્ણાતોની એક સમિતિ આ અંગે સામૂહિક અહેવાલ આપશે, જે પીએમ કાર્યાલયને સુપરત કરવામાં આવશે.
પીએમ મોદીએ દરેક સંભવ મદદનુ આપ્યુ આશ્વાસન 
 
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ બધાને જોશીમઠ બચાવવાની અપીલ કરી છે. તે જ સમયે, પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. જોશીમઠમાં માત્ર એ જ ઈમારતોને તોડી પાડવામાં આવશે જેને નિષ્ણાતો દ્વારા જોખમી જાહેર કરવામાં આવશે. ડિમોલિશન દરમિયાન NDRFની ટીમો પણ ત્યાં હાજર રહેશે. અધિકારીઓનું કહેવું છે કે રાહત શિબિરોમાં અસરગ્રસ્ત લોકો માટે સામાન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
વિકાસ માટે ચેતવણીઓને ધ્યાનમાં ન રાખવુ મોંઘુ પડ્યુ 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોઈપણ પ્રકારની ખાસ તૈયારી સિવાય ઈંફાસ્ટ્રક્ચરના વિકાસને જોશીમઠમાં ખતરાની ઘંટી વગાડી છે.  વિશેષજ્ઞોએ એનટીપીસીના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાથે પણ આને જોડ્યુ છે. સ્થાનીક નિવાસીઓનુ કહેવુ છે કે અમે સીએમ ધામીને એનટીપીસી પ્રોજેક્ટમાં સુરંગ બનાવવા માટે કરવામાં આવી રહેલા ધમાકાને લઈને ચિઠ્ઠીઓ લખી હતી. જેનો પ્રભાવ જોશીમઠ પર પડી શકતો હતો. બીજી બાજુ એનટીપીસીએ જોશીમઠ અને પોતાના પ્રોજેક્ટ વચ્ચે કોઈપણ સંબંધ હોવાની વાત નકારી છે.