શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2017 (11:06 IST)

Kulbhushan Jadhav મામલો - પાકિસ્તાને ICJ નો નિર્ણય ન માન્યો તો ભારત આગળ શુ કરશે ?

ઈન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર આખરી આદેશ આવવા સુધી રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી પાકિસ્તાન ઢીલું પડી ગયું છે. સરકારને લઈને પાકિસ્તાનની પ્રજામાં ખલબલી મચી ગઈ છે. હવે પાકિસ્તાની દળોના નેતા અને જાણકાર લોકો એવો દાવો કરવા લાગી છે કે, તેમની સરકારે સાચી રીતે ઈન્ટરનેશનલ કોર્ટમાં પોતાનો પક્ષ નથી રાખ્યો. જેના પગલે ભારતના હકમાં નિર્ણય ગયો છે.
 
ભલે આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યુ હોય કે જો ફેંસલો નહી માને તો તેની સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લદાશે પરંતુ પાકિસ્તાન નફફટાઇ ઉપર ઉતર્યુ છે અને તેની પાછળ ચીનનો હાથ હોવાનું પણ કહેવાય છે. પાકિસ્તાન ડંફાસ ફેંકે છે કે આ મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતને સુનાવણી કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન જાધવને ફાંસી આપવા માંગશે તો ભારત પાસે કેટલાક એવા વિકલ્પ છે કે જેનાથી પાકિસ્તાનને મજબુર કરી શકાશે. એવુ કહેવાય છે કે પાકિસ્તાનની પાછળ ચીન ઉભુ છે. શું કોર્ટનો ફેંસલો ન માનીને પાકિસ્તાન યુનોમાં જવા માંગે છે ? યુનોમાં ચીનના વીટોનો સાથ પાકિસ્તાનને મળી જશે કે જેવી રીતે મસુદ અઝહરને વિટો પાવરથી ચીને બચાવી લીધો હતો.
 
સૌથી મોટો સવાલ એ છે કે આ બાધ્યકારી નિર્ણયને પાકિસ્તાન દ્વારા નહી માનવામાં આવવાની સ્થિતિમાં ભારત શુ શુ કરી શકે છે કે પછી બીજા શબ્દોમાં કહી તો ભારત પાસે કયા કયા વિકલ્પ છે. 
 
પાકિસ્તાન જો નહી માને તો ભારત આ મામલે યુનોની સુરક્ષા પરિષદમાં જશે. સંયુકત રાષ્ટ્રના બંધારણ મુજબ તેનો દરેક સભ્ય આંતરરાષ્ટ્રીય અદાલતમાં જઇ શકે છે. દરેક સભ્ય ઇન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો માનવા પ્રતિબધ્ધ છે. જો પાકિસ્તાન ન માને તો ભારત સુરક્ષા પરિષદની મદદ લઇ શકે છે. જો તે નહી માને તો ભારત સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધની માંગણી કરી શકે છે. આ સિવાય પાકિસ્તાનની કુટનીતિક ઘેરાબંધી પણ થઇ શકે છે.
 
ભારત પાસે અનેક વિકલ્પો છે. જો મામલો સુરક્ષા પરિષદમાં જશે તો ત્યાં પાકિસ્તાનને કદાચ ચીન મદદ કરી શકે છે. એવુ પણ બને કે ચીન જાધવના મામલામાં પક્ષમાં વીટો કરી શકે છે.  અત્રે એ નોંધનીય છે કે, ચીન માટે પાકિસ્તાન અત્યારના સમયમાં વ્યુહાત્મક પાર્ટનર તરીકે જરૂરી છે અને ભારત ચીન માટે પડકાર છે તેથી જાધવના મામલામાં ચીન પાકિસ્તાનની પડખે રહેશે. જો કે ઇન્ટરનેશનલ કોર્ટના ૧પ જ્જોમાં ચીનના જ્જ પણ હતા અને ફેંસલો સર્વસંમતિથી હતો