ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (10:10 IST)

કુમાર વિશ્વાસ ટુંક સમયમાં ભાજપમાં જોડાય શકે છે.

કુમાર વિશ્વાસ ટુંક સમયમાં ભાજપમાં જોડાય શકે છે

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ ટુંક સમયમાં ભાજપમાં જોડાય શકે છે. મળતા અહેવાલો મુજબ આ અંગે વિશ્વાસની ભાજપ સાથે વાતચીત ચાલી રહી છે અને બંને પક્ષોની સહમતી બન્યા બાદ એકાદ બે દિવસમાં આ બારામાં એલાન થઇ શકે છે. તેમને યુપીની ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી શકયતા છે. કુમાર વિશ્વાસ ટુંક સમયમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને પણ મળી શકે છે. તેઓ ગાઝીયાબાદ જીલ્લાની શાહીબાબાદ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે.

   જો કે ગૃહમંત્રી રાજનાથના પુત્ર અને યુપી ભાજપના જનરલ સેક્રેટરી પંકજ સિંહની પણ આ બેઠક ઉપર નજર છે. જો કે પંકજને આશ્વાસન આપવામાં આવ્યુ છે કે તેમના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે.

   છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપના નેતાઓ સાથે દેખાઇ રહ્યા છે. હાલમાં જ પંજાબમાં આપ તરફથી જારી સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ કુમાર વિશ્વાસનુ નામ નહોતુ અને તેઓ પંજાબની રેલીમાં પણ દેખાતા નથી. કુમાર વિશ્વાસને આપમાં સાઇડલાઇન કરી દેવામાં આવેલ છે.