ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (09:49 IST)

Lalu Prasad Yadav Birthday: લગ્નના 48 વર્ષ પછી કેમ રાબડી દેવી લાલૂ યાદવને કહેવા લાગી સાહેબ

બિહારની રાજનીતિની જ્યારે જ્યારે ચર્ચા થશે એક નામ વગર આ ચર્ચા અધૂરી માનવામં આવશે અને તે નામ છે પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની. લાલૂ બિહારના એ નેતા છે જે પોતાના ભાષણને કારણે રાષ્ટ્રીય સ્તર પર પણ એટલા જ પોપ્યુલર છે જેટલા બિહારમાં છે. શુ પક્ષ અને શુ વિપક્ષ, દરેક દળના નેતા જ્યારે લાલૂ પ્રસાદ યાદવ બોલતા ત્યારે સદનથી અંદરથી લઈને બહાર સુધીના લોકો તેમને સાંભળતા અને તેમની મજાકિયા વાતો પર ખૂબ હસતા. 
 
વર્ષ 1948 માં, આજના દિવસે એટલે કે 11 જૂન, બિહારના ફુલવારીયામાં જન્મેલા લાલુપ્રસાદ યાદવ 1954 માં પટના પહોંચ્યા. 1965 માં સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું અને 1966 માં પટના વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી જ વિદ્યાર્થીની રાજનીતિમાં તેમને રસ જાગ્યો અને તેમણે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
બસ પછી તો શુ વર્ષ 1967 થી 69 દરમિયાન, પટણા યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા, 1970 માં બી.એ પાસ કર્યુ, જો કે તેઓ  વિદ્યાર્થી સંઘના પ્રમુખની ચૂંટણીમાં હારી ગયા હતા. ત્યારબાદ પટના પશુ ચિકિત્સા કોલેજમાં કલર્કની નોકરી શરૂ કરી દીધી.
 
જોકે રાજકારણમાં લાલુપ્રસાદ યાદવનું ભાગ્ય તો જાણે નક્કી જ હતુ. વર્ષ 1973 માં રાબડી દેવી સાથે લગ્ન કર્યા. લગ્ન અને પછી તેમણે લો નો અભ્યાસ કરવા માટે પટના  યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આ વખતે જે કમી અગાઉ બાકી હતી તે પૂરી થઈ ગઈ.  લાલુપ્રસાદ યાદવ પટણા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
 
આગળ રાજનીતિક પથ તેમની માટે નક્કી થઈ ગયો. 1974માં સંપૂર્ણ બિહાર વિદ્યાર્થી આંદોલનના પ્રમુખ બન્યા.  જયપ્રકાશ નારાયણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કર્યુ. પછીના વર્ષે એટલે કે 1975, ઈમરજેંસી દરમિયાન તેમની મીસા હેઠળ ધરપકડ થઈ અને તેઓ જેલમાં ગયા.
 
વર્ષ 1977 માં પ્રથમ વખત જનતા પાર્ટીની ટિકિટ પર છપરાથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ તેઓ 1980 માં સોનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1985 માં તે આ વિધાનસભા બેઠક પરથી એકવાર ફરી જીત્યા. 
 
હવે વર્ષ હતુ 1989  અને લાલુપ્રસાદ યાદવને બીજી મોટી જવાબદારી મળી. તેઓ બિહાર વિધાનસભામાં કર્પુરી ઠાકુરની જગ્યાએ વિપક્ષના નેતા બન્યા. તે જ વર્ષે તેઓ છપરામાંથી સાંસદ ચૂંટાયા અને 1990માં પહેલીવાર બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર લાલૂ પ્રસાદ યાદવ બેસ્યા. 
 
 તેમનો જાદુ  1995 માં બિહાર વિધાનસભામાં પણ ચાલ્યો અને પાર્ટી ચૂંટણી જીતી ગઈ, લાલુ ફરી મુખ્યમંત્રી બન્યા. વર્ષ 1996માં, તેઓ જનતા દળના અધ્યક્ષ બન્યા.  ત્યારબાદ આગામી વર્ષે એટલે કે વર્ષ 1997 માં, જનતા દળ તૂટી પડ્યુ અને ભાગલા પડ્યા અને લાલુપ્રસાદ યાદવે રાષ્ટ્રીય જનતા દળ બનાવ્યુ. અહીંથી લાલુપ્રસાદ યાદવ માટે  આગળનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો. ચારા કૌભાંડ કેસમાં આરોપ દાખલ કરવામાં આવ્યો હતો અને લાલુ પ્રસાદ યાદવ પર પદ છોડવાનું દબાણ હતું, પરંતુ હવે અત્યાર સુધીમાં લાલુ રાજકીય પિચનો એક અનુભવી ખેલાડી બની ગયા હતા તેમણે મોટો દાવ રમ્યો અને પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવી દીધા. 
 
વર્ષ 2000 માં રાઘોપુર અને દાનાપુરથી ધારાસભ્યો ચૂંટાયા હતા.પરંતુ વિધાનસભામાં પક્ષને બહુમતી મળી નહોતી. જો કે, કોંગ્રેસના ટેકાથી રાબડી દેવીને મુખ્યમંત્રીની ખુરશી સાચવી રાખવામાં સફળતા મળી. 
 
બીજી બાજુ આવકથી વધુ સંપત્તિના મામલે તેમની સામે ત્રીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જો કે, આ બધું લાલુપ્રસાદ યાદવની રાજકીય યાત્રાને રોકી ન શક્યુ અને 2004માં જ્યારે મનમોહન સિંહની સરકાર બની ત્યારે લાલુ પ્રસાદ યાદવને રેલ્વે પ્રધાન તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે  2005 માં, નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ NDAએ બિહાર વિધાનસભાની ચૂંટણી જીતીને સરકારની રચના કરી અને 15 વર્ષ પછી લાલુ પરિવારનો 'અધિકાર' સમાપ્ત થયો.
 
ત્યારબાદ વર્ષ 2009માં  લાલુ પ્રસાદ યાદવનું મંત્રી પદ પણ મનમોહન સિંઘની સરકારમાંથી જતુ રહ્યુ.  ચારા કૌભાંડના કેસમાં લાલુ પ્રસાદ યાદવ બરાબરના જકડાતા ગયા વર્ષ 2013 માં તેને દોષી ઠેરવવામાં આવ્યા હતા.  ચૂંટણી લડવાનો પ્રતિબંધ હતો. વર્ષ 2015 માં લાલુ-નીતીશ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડવાના નામે એક થયા. ઉલ્લેખનીય છે કે 2015માં રાષ્ટ્રીય જનતા દળને વિધાનસભાની ચૂંટણીમાં સર્વોત્તમ 81 બેઠકો મળી હતી. નીતીશને જનતા દળના પ્રમુખ બનાવવામાં આવ્યા. પરંતુ વર્ષ 2017 માં નીતીશ કુમારે લાલુનો સાથ છોડી દીધો અને ફરીથી NDA સાથે મળીને સરકાર બનાવી.
 
ત્યારબાદ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલ ગયા અને તેમની ગેરહાજરીમાં તેમના પુત્ર તેજસ્વી યાદવે તમામ પ્રયત્નો લાગી ગયા પરંતુ બિહારની સત્તા મેળવી ન શક્યા. આ દરમિયાન તેજસ્વી સત પિતાને જેલમાં મળીને રાજનીતિક જ્ઞાન લેતા રહ્યા અને તેના પરિણામ સ્વરૂપ 2020 વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.  આનાથી તેજસ્વીનુ કદ પણ વધ્યુ અને લાલ પ્રસાદ યાદવને મજબૂતી મળી. હાલ લાલૂ જેલની બહાર પરિવાર સથે છે અને તેમના બહાર આવ્યા પછી બિહારની રાજનીતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રાજકારણમાં હલચલ વધતી જોવા મળી રહી છે. હવે જોવાનુ એ છે કે આવનારા દિવસોમાં લાલૂ ફરી પોતાની કોઈ ચાલ ચાલે છે કે નહી. 
 
લાલુ પ્રસાદની રાજકીય મુસાફરી જેટલી રસપ્રદ છે, એટલી જ તેમની અને રાબડી દેવીના લગ્ન અને તેના પછીની સ્ટોરી પણ છે. રાબડી દેવીનો જન્મ 1959 માં ગોપાલગંજમાં થયો હતો. લાલુ પ્રસાદ યાદવ સાથે લગ્ન થયા ત્યારે તે માત્ર 14 વર્ષના હતા.  જ્યારે લાલુપ્રસાદ યાદવની ઉંમર તે સમયે 25 વર્ષ હતી. લગ્નના ત્રણ વર્ષ પછી તેમનુ ગૌના કર્યુ . એવું કહેવામાં આવે છે કે લાલુપ્રસાદ યાદવ દરેક ખુશીના પ્રસંગે રાબડી દેવીને ગુલાબ આપતા પછી ભલે તે તેમનો જન્મદિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય કે છઠ પૂજા.
 
લગ્ન પછી રાબડી દેવી લાલુ યાદવને 'ઈહ' કહીને બોલાવતા. ઈહનો ઉપયોગ બિહારી પત્નીઓ મોટેભાગે પોતાના પતિ માટે કરે છે. આને લગતું એક રસપ્રદ ઉપસંહાર સંકરશન ઠાકુરનાં પુસ્તક ‘બંધુ બિહારી’ માં આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને 9 બાળકોના પિતા બન્યા પછી રાબડી દેવીને લાગ્યુ કે હવે મત્ર ઈહ કહીને બોલાવવાથી કામ નહી ચાલે, હવે તેઓ પોતાના ઘરમાં એક સારો ખિતાબ મેળવવાના અધિકારી છે. તેથી લાલૂ યાદવ રાબડી દેવી માટે સાહેબ બની ગયા.