મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (10:52 IST)

બોર્ડર પર વાતાવરણ ગરમ, પાકિસ્તાને ન સ્વીકારી ભારતની દિવાળી મીઠાઈ

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર ગરમાગરમીનુ વાતાવરણ છે. પાકિતાન તરફથી સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ. જેના જવાબમાં ભારતીય સેનાએ એક્શન લીધો. આ ગરમાગરમી વચ્ચે દર વર્ષની જેમ દિવાળી પર જે બોર્ડર પર મીઠાઈ એક્સચેંજ થાય છે તે આ વખતે થઈ નથી. 
 
સૂત્રોનું માનીએ તો પ્રોટોકોલની અંતર્ગત દર વર્ષે ઇસ્લામાબાદમાં હાજર ભારતીય હાઇ કમિશન દિવાળી પર તમામ મુખ્ય ઓફિસોમાં મીઠાઇ મોકલે છે. પાકિસ્તાનની ISIએ પહેલાં પ્રોટોકોલનું સ્વાગત કરતાં મીઠાઇને સ્વીકારી પરંતુ તેણે બાદમાં પાછી આપી દીધી.
 
આપને જણાવી દઇએ કે ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેનો દબદબો છે.
 
ફક્ત ઈસ્લામાબાદમાં ISI કે અન્ય અધિકારી પણ બોર્ડર પર પાકિસ્તાની   રૈજર્સએ પણ આ વખતે ભારત દ્વારા આપવામા6 આવેલ મીઠાઈ ન સ્વીકારી છે. જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370ના પંગુ કરવામાં આવ્યા પછીથી જ બંને દેશ વચ્ચે પરિસ્થિતિ ઠીક નથી અને પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ભડકાઉ કામ કરી રહ્યુ છે. 
 
પાકિસ્તાનની તરફથી જમ્મુ-કાશ્મીરના તંગધાર વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જેમાં જવાન અને સ્થાનિક રહેવાસીઓને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનની આ જ હરકતોનો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પો પર હુમલા કર્યા હતા. ભારતીય સેનાની તરફથી આ કાર્યવાહીમાં કેટલાંય આતંકી અને પાકિસ્તાની સેનાના જવાન ઠાર થયા હતા.