શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (15:08 IST)

કાચબા સામે વનરાજ હાર્યા

ગીર જંગલમાં કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે.જેમાં ડેમ કાંઠે જઇ રહેલો કાચબો ત્રણ યુવાન સિંહની નજરમાં આવ્યો હતો.

મોઢુ બહાર જોવાતા સિંહોએ આ કાચબાને મોઢામાં  પકડી શિકાર કરવાનો  પ્રયાસ કર્યો હતો.પરંતુ કાચબાએ મો અંદર કરી લીધું હતું.શરીર પર મજબૂત કવચ ધરાવતા કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ ખૂબ મહેનત કરી હતી.અને આખરે હાંફી જઈ થોડે દુર બેસી ગયા હતા.બાદમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.