Widgets Magazine
Widgets Magazine

મધ્યપ્રદેશમાં ખેડૂતો પર ફાયરિંગ ચાર ખેડૂત ઘાયલ - આદોલનએ આક્રમક રૂપ લીધું

મંગળવાર, 6 જૂન 2017 (15:39 IST)

Widgets Magazine

મધ્યપ્રદેશમાં ખેડૂતોનો આંદોલનએ આક્રમક રૂપ લઈ લીધું છે . મંદસોરમાં ચાલી રહ્યા ખેડૂત આંદોલ્ન સમયે પ્રદર્શનકારીઓના એક જૂથએ તોડફોડ કરી. પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. આંદોલનકારી નો એક જૂથ વાહનની તોડ્ફોડ કરી સ્થિતિને કાબૂમાં કરવા સીઆરપીએફની ટીમ જ્યારે પહોંચી તો બન્ને વચ્ચે અથડામણ થતા તેમાંથી ચાર ખેડૂતોને ગોળી લાગી છે . ઘાયલ ખેડૂતોની હાલત ગંભીર છે અને એ જિલ્લા હોસ્પીટલમાં દાખલ છે. 
 
આંદોલનકારી ખેડૂતોએ પાંચમા દિવસે મંદસૌરના દલૌદામાં મોડી રાત્રે 1000 થી વધુ લોકો રેલવે ફાટક તોડી નાખ્યું હતું અને સિગ્નલ સિસ્ટમને પણ નુકશાન પહોંચાડ્યું. રેલવેના પાટા ઉખાડવાની કોશિશ કરી હતી. પોલીસને  જાણ થતાં રાત્રે આંદોલનકારી ખેડૂતોને ખદેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નીમચ, રતલામ, ધાર ને મંદસૌરના કેટલાય વિસ્તારોમાં ખેડૂતોએ ઉગ્ર અને હિંસક દેખાવો કર્યા હતા.
 
સાથેની ચર્ચા દરમિયાન ખેડૂતોનાં એક વર્ગએ ખેડૂતોની હડતાલ પરત લેવાનું જાહેર કર્યું તો લાગ્યું કે દૂધ અને શાકની પરેશાની ખત્મ થશે પણ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે અથડામણો થઇ હતી . 
 
મધ્યપ્રદેશમાં 1-10 જૂન સુધી ખેડૂતો આંદોલન વધારે હિંસક બન્યું હતું. ખેડૂતોએ આંદોલન દરમિયાન પોલીસ પર હુમલો કરી દીધો હતો. રતલામમાં પથ્થરમારાના કારણે એક ASIની આંખ પણ ફૂટી ગઈ હતી. સીહોરમાં સીએસપી, બે ટીઆઈ સહિત 11 પોલીસકર્મી ઘાયલ થયા છે. ઘણી બધી જગ્યાએ તોડ-ફોડ કરવામાં આવી છે. ઉજ્જૈનમાં સાંજે ભારતીય કિસાન સંઘના સભ્યો અને સીએમ શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે મીટિંગ પણ થઈ હતી. તેમાં ખેડૂતોની ઘણી બધી માગણીઓ પણ માની લેવામાં આવી છે. મીટિંગ પછી સંઘ અને ખેડૂતોએ આંદોલન પુરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી.જોકે, મોડી રાત્રે અન્ય સંગઠન કિસાન યૂનિયન અને કિસાન મજૂર સંઘે કહ્યું હતું કે, હડતાળ હજુ ચાલુ છે. 
 
દરમિયાનમાં મંદસૌરમાં ખેડૂતોએ લોકોને દુકાનો બંધ કરવાની ફરજ પાડી હતી. ખુલ્લી દુકાનોમાં તોડફોડ કરીને માલ-સામાન લૂંટી લીધો હતો તેમજ એક દુકાન સળગાવી દીધી હતી. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે અથડામણો થઇ હતી અને પોલીસે ટીયરગેસના શેલ છોડીને તેમને ખદેડી મૂકયા હતા. ધારમાં એક ટેન્કરમાંથી ૧ર,પ૦૦ લિટર દૂધ રસ્તા પર ઢોળી નાખવામાં આવ્યું હતું.
   
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના મહાનગરોમાં હવે ઊંચી ઈમારતો બાંધવાનો માર્ગ મોકળો, GDCR લાગુ કરાયો

ગુજરાતમાં હવે અમદાવાદ જ નહીં, પરંતુ અન્ય મોટા શહેરોમાં ઊંચી ઈમારતો બાંધી શકાશે. રૂપાણી ...

news

ઈસરોએ છોડેલા GSLV MARK 3Dમાં જાણો વિક્રમ સારાભાઈનું સપનું કેવી રીતે સાકાર થયું.

ઈસરો એક એવી સંસ્થા બની ગઈ છે કે જેનું નામ હવે દુનિયાના તમામ દેશોમાં ચર્ચાતું થઈ ગયું છે. ...

news

પીપાવાવના દરિયાકાંઠે વહેલ માછલીનો મૃતદેહ તાણાઈ આવ્યો

ગુજરાતના સૌથી મોટા દરિયાકાંઠે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. જામનગર અને ચોરવાડનો ...

news

જાણો Zakir Musaએ કેમ કહ્યુ કે દુનિયામાં સૌથી બેશરમ છે ભારતના મુસલમાન

આતંકી પોતાના સંગઠનને વધારવા અને યુવાઓને સામેલ કરવા માટે દરેક શક્ય કોશિશ કરે છે. ખાસ કરીને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine