ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (11:53 IST)

#FarmersStrike - મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન હિંસક બન્યુ, 150થી વધુ વાહનો સળગાવ્યા (ફોટા)

મધ્યપ્રદેશના મંદસૌરમાં કોગ્રેસ અને કિસાન સંગઠન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. મૃતક ખેડૂતોના મૃતહેદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ મૃતકોના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો છે. જો કે પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી. તમામ ઈજાગ્રસ્તોનો સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વિરોધનું કેન્દ્ર મંદસૌરમાં ખેડુતોના દેખાવો ચાલુ છે અને આ વિસ્તાર યુધ્ધના મેદાનમાં તબદીલ થઇ ગયો છે.

હજારો દેખાવકારોએ કર્ફયુનો ભંગ કરી હંગામો કર્યો હતો. ઉગ્ર દેખાવકારોએ ઠેર-ઠેર આગ લગાડી હતી અને દારૂની દુકાનોમાં લુંટફાટ કરી હતી. ઉગ્ર ભીડે દેવાસમાં 15થી વધુ લકઝરી બસોને આગના હવાલે કરી હતી. આ બસો ટ્રાફીકજામમાં ફસાઇ હતી. આ બંને સ્થળે તોફાનો બેકાબુ બન્યા છે. ભોપાલ-ઇન્દોર હાઇવે અને દેવાસ જિલ્લાને મળીને 13 બસો સહિત 150 ગાડીઓમાં આગ લગાડવામાં આવી હતી. રાજયમાં 3 પીઆઇ સહિત 20 પોલીસ કર્મીઓને ઇજાઓ થઇ છે. મધ્યપ્રદેશમાં 19 વર્ષ બાદ ખેડુતો હિંસા ઉપર ઉતર્યા છે.
   ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ ઘણી ખરાબ છે. દેખાવો નહી કરતા સામાન્ય લોકોને પણ નિશાના ઉપર લેવાયા છે. મંદસૌરનો સંપર્ક રાજયના બીજા ભાગોથી કપાઇ ગયો છે. ખેડુતો દેવા માફી, મીનીમમ સપોર્ટ પ્રાઇઝ, જમીનના બદલે મળનાર વળતર અને દુધના રેટને લઇને આંદોલન કરી રહ્યા છે. અહી ગઇકાલે કલેકટર અને એસ.પી. ઉપર હુમલો થયો હતો. મંદસૌર જિલ્લાના બરખેડા પંતમાં ફાયરીંગમાં માર્યા ગયેલા વિદ્યાર્થી અભિષેકનો મૃતદેહ રોડ ઉપર રાખીને ખેડુતોએ ચક્કાજામ કર્યા હતા અને માંગણી કરી હતી કે સીએમ આવે અને ફાયરીંગ કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવાનુ વચન આપે.
  

 ઉગ્ર દેખાવકારોએ મંદસૌરમાં 5 કિ.મી. લાંબા બાયપાસ રોડને જામ કરી દીધો હતો. દેખાવકારોએ લૂંટફાટ પણ કરી હતી. ટ્રક સહિત 22  વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે રાહુલ ગાંધી તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે.