શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (06:29 IST)

MP: પિકનિક મનાવવા દરમિયાન અચાંક આવ્યુ પૂર, 2 વહી ગયા 45 બચ્યા

શિવપુરીૢૢ  સુલ્તાનગઢ
સ્વતંત્રતા દિવસના અવસર પર પિકનિક મનાવવા દરમિયાન એક મોટી દુર્ઘટનામાં 2 લોકો પાણીમાં વહી ગયા, જ્યારે કે 45 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેમાંથી 5 લોકો હેલિકોપ્ટરથી 40 લોકો દોરડાના મદદથી બચાવી લીધા. ઘટના ગ્વાલિયરની પાસે શિવપુરીના સુલ્તાનગઢમાં બની. જ્યા અનેક લોકો પિકનિક ઉજવવાઅ ગયા હતા. પણ સતત વરસાદથી ત્યા અચાનક પૂર આવી જવાથી લોકો ફંસાય ગયા. 
 
ગુરૂવારે સવારે લગભગ બે વાગ્યે આ લોકોને બચાવવાનુ કામ પુર્ણ કરી લેવામાં આવ્યુ. ઘટનાસ્થળ પર પાણીનુ સ્તર સતત ઓછુ થવાથી લોકો ફસાયેલા લોકોને રસમાંથી બચાવવામાં મદદ મળી. 
 
ઉલ્લેખનીય છે કે ગ્વાલિયર શિવપુરી બોર્ડર પાસે સુલ્તાનગઢમાં મોટી સંખ્યામાં લોકો ઝરણામાં પિકનિક મનાવવા ગયા હતા. સુલ્તાનગઢ એક પિકનિક સ્પોર્ટ છે. જે ચારેબાજુ પર્વતોથી ઘેરાયેલુ છે.  ઝરણા પાસે પાર્વતી નદી અને અન્ય સ્થાનથી અચાનક પૂર આવવાથી ત્યા પાણીનુ જલસ્તર ઝડપથી વધી ગયુ જેમા 34 લોકો ત્યા ફસાય ગયા. 
 
ભારતીય સેનાએ શિવપુરી રેસક્યુ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યુ કે શિવપુરીમાં અચાનક આવેલ પૂરમાં 41 પર્યટક ફસાયા હતા. જેમા રાજ્ય સરકારની રિપોર્ટ મુજબ 2 વહી ગયા. ભારતીય એયરફોર્સે પોતાના રાહત કાર્યમાં 5 લોકોને બચાવ્યા. અંધારુ થયા પછી જો કે બચાવ કાર્યમાં થોડી મુશ્કેલી આવી પણ સુરક્ષાબળની ધીરજ અને સાહસ તેમજ પર્યટકોની હિમંતને કારણે પૂરમાં ફસાયેલા લોકોને બચાવી લીધા.