બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 નવેમ્બર 2019 (11:00 IST)

મહારાષ્ટ્રમાં ટ્વિસ્ટ, એનસીપી 51 ધારાસભ્યોની સહી સાથે રાજભવન પહોંચ્યા

Highlights
 
- શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 154 ધારાસભ્ય સમર્થનનો દાવો કર્યો છે
- બેંચમાં સુનાવણી ન્યાયમૂર્તિ એન.વી. રમણા, અશોક ભૂષણ અને સંજીવ ખન્ના
- રવિવારે ત્રણેય પક્ષોએ ફ્લોર ટેસ્ટ માટે અરજી કરી હતી
 
 
NCP માં જોડાતા-ભાજપના સાંસદ જીતેન્દ્ર
 
એનસીપી નેતા જિતેન્દ્ર અવહાદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડે એનસીપીમાં જોડાઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે જીતેન્દ્ર અવહારના નિવેદનના થોડા સમય પહેલા સંજય કાકડે એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યા છે.
 
કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.
 
જસ્ટિસ એન. વી. રમન, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ આજે રવિવારે આ મામલે સુનાવણી કરશે.
 
આ પહેલાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય કૉંગ્રેસ પાર્ટીનો નહીં પણ અજિત પવારનો અંગત નિર્ણય છે.
 
ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે એવા સંકેત એનસીપી, શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે શુક્રવારે રાત્રે થયેલી બેઠક બાદ આપવામાં આવ્યા હતા. જોકે શનિવારે સવારે અજિત પવારના સમર્થન સાથે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા.
અજીત પવાર માટે દરવાજા ખુલ્લાઃ જયંત પાટિલ
 
એનસીપીના વિધાયક દળના નેતા જયંત પાટિલ અજીત પવારને ઘરવાપસીનું આમંત્રણ આપતા કહ્યું કે, જે પાંચ ધારાસભ્યો અજીત પવાર સાથે છે તે બધા માટે પણ દરવાજા ખુલ્લા છે. જો તેઓ પરત આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જયંત પાટિલે કહ્યું, જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી જશે. અમારી 54માંથી 49 ધારાસભ્યો શરદ પવાર સાથે છે. અજીત પવાર બીજેપી સાથે કેમ ગયા તે સમજમાં નથી આવતું.
 
 
અજિત પવારને હકાલપટ્ટી
 
દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લેનાર અજિત પવારને એનસીપીની આજે મળેલી બેઠકમાં વિધાનસભામાં પક્ષના નેતાના પદમાંથી હઠાવી દેવામાં આવ્યા છે. તેમને પદ પરથી હઠાવવાનું કારણ ભાજપ સાથે સરકાર બનાવી તે ગણાવવામાં આવ્યું છે. પદ પરથી હઠાવી દેવામાં આવતાં હવે અજિત પવાર વ્હિપ પણ બહાર નહીં પાડી શકે.
 
અજિત પવારને સ્થાને જયંત પાટિલને વિધાનસભાના પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન વરિષ્ઠ કૉંગ્રેસી નેતા અશોક ચવ્હાણે કહ્યું અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને છેતરી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા. તેઓ ધારાસભ્યો આગળ ખોટું બોલ્યા કે બહુમત છે.
 
અજિત પવાર સાથે 10-11 ધારાસભ્યો
 
મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે એનસીપી ચીફ શરદ પવારની ધારાસભ્યો સાથે બેઠક પછી શરદ પવાર અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારપરિષદ યોજી હતી. આ પત્રકારપરિષદમાં શરદ પવારે કહ્યું કે અજિત પવાર પાસે 10-11 ધારાસભ્યો છે પરંતુ તેઓ ક્યાં છે તે વિશે જાણ નથી. આગાઉ આ બેઠકમાં એનસીપીના 54માંથી 47 ધારાસભ્યો હાજર હતા એવું સમાચાર સંસ્થા એએનઆઈ સૂત્રોને ટાંકીને કહ્યું હતું. શરદ પવારની આ બેઠક માટે ધનંજય મુંડે પણ પહોંચ્યા હતા.