શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (09:06 IST)

Jammu Kashmir-શ્રીનગરમાં મોટો આતંકી હુમલો, 2 શહીદ, અનેક જવાનો ઘાયલ

Major terrorist attack in Srinagar
જમ્મૂ કશ્મીર(Jammu Kashir) માં શ્રીનગરના જેવન વિસ્તારમાં સોમવારે સાંજે સુરક્ષા બળ પર આતંકી હુમલો કરી નાખ્યુ છે. ફાયરિંગની આ ઘટનામાં 2 જવાન શહીદ થઈ ગયા અને 12 જવાન ઈજાગ્રસ્ત થયા છે જેની સ્થિતિ કથળી કહેવાઈ રહી છે. 
 
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્ભયતાથી જોવા મળે છે. હવે આતંકવાદીઓએ શ્રીનગરની બહાર જેવાનમાં પોલીસ બસ પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો જેવાન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે. વહેલી સવારે શ્રીનગરના જ રુગરત વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.