સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (11:41 IST)

મમતા દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન!

મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે. 
 
ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયુ અને પૂરુ કર્યા વગર 2-4 લાઈનો ગાઈને રોકી પણ દીધા. મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતા. 
 
આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ.