સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (17:05 IST)

હિલ સ્ટેશન પર ભીડ વધતા કડક પગલુ, માસ્ક ન પહેરનારને થશે 5000 રૂપિયાનો દંડ

કોરોના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનથી કંટાળેલા લોકો લોકડાઉનમાં રાહત મળતા જ  આવેલા પ્રતિબંધોથી રાહત મળ્યા પછી, લોકો મોટી સંખ્યામાં પોતાના ઘરની બહાર આવવા માંડ્યા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પડી રહેલી ગરમીથી રાહત મેળવવા માટે લાખો લોકો હીલ સ્ટેશનતરફ વળ્યા છે, ત્યારબાદ ત્યાં ભીડ વધી ગઈ છે. અહીં ઘણા લોકો મહામારીને રોકવા માટેના ગાઈડલાઈનનુ પાલન કરી રહ્યા નથી, જેથી  વહીવટીતંત્રએ અનેક કડક પગલા લીધા છે.
 
મનાલીમાં માસ્ક ન પહેરવા પર 5000 રૂપિયાનો દંડ 
 
જૂનના શરૂઆતથી જ હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ-મનાલી, ધર્મશાલા, ડલ્હોજી, નરકંદા અને અન્ય સ્થળો પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મનાલીની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં લોકો કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને વહીવટી તંત્રે માસ્ક ન પહેરનારાઓને 5000 રૂપિયા દંડ અથવા આઠ દિવસની કેદની જાહેરાત કરી છે.
 
જાગૃતતા અભિયાન પણ ચલાવી રહી છે પોલીસ 
 
કુલ્લુ પોલીસ અધીક્ષક ગુરૂદેવ શર્માએ કહ્યુ, અમે પર્યટકોને જાગૃત કરવાનુ અભિયાન ચલાવ્યુ છે.  જે લોકો માસ્ક વગર ફરતા જોવા મળશે, તેમને 5000 રૂપિયાનો દંડ આપવો પડશે અથવા આઠ દિવસ જેલમાં રહેવુ પડશે. 
 
તેમને જણાવ્યુ કે છેલ્લા 7-8 દિવસમાં પોલીસે 300થી વધુ મેમો ફાડ્યા છે અને ત્રણ લાખ રૂપિયાથી વધુની રકમ દંડના રૂપમાં વસૂલ કરી છે. તેમણે લોકોને નિયમોનુ પાલન કરવાની અપીલ કરી છે.