રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 મે 2021 (12:27 IST)

પુરૂષો અને ડાયાબિટીઝના દર્દીઓને બ્લેક ફંગસનો ખતરો સૌથી વધુ, ડોક્ટરોના અભ્યાસમાં ખુલાસો

ભારતમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ એટલે મ્યુકોર્મિકોસિસના વધતા કેસએ કેંદ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. ચાર ભારતીયો દ્વારા ટૂંકમાં જ પ્રસારિત થનારા એક અભ્યાસ મુજબ પુરૂષોમાં મ્યુકોર્મિકોસિસથી સંક્રમિત થવાની શક્યતા વધુ  હોય છે. ડોક્ટરોએ પોતાની આ સ્ટડીનુ નામ COVID-19માં મ્યુકોર્મિકોસિસ : દુનિયા ભરમાં અને ભારતમાં રિપોર્ટ કરવામાં આવેલા મામલાની એક વ્યવસ્થિત સમીક્ષા આપ્યુ છે 
 
ડોક્ટરોએ એક દુર્લભ પણ ગંભીર ફંગલ સંક્રમણ, મ્યુકોર્મિકોસિસથી સંક્રમિત કોરોના રોગેઓના 101 મામલાનુ વિશ્લેષણ કર્યુ. તેમા જોયુ કે સંક્રમિતોમાં 79 પુરૂષ હતા. ડયાબિટીઝને સૌથી મહત્વપૂર્ણ જોખમ કારકના રૂપમાં જોવા મળ્યુ. જેમા 101માંથી 83 ડાયાબિટીસથી પીડિત હતા. 
 
આ અભ્યાસને એલ્સેવિયર જર્નલમાં પ્રકાશિત કરવાનુ છે. કલકત્તામાં જીડી હોસ્પિટલ અને ડાયાબિટીઝ સંસ્થામાંથી ડો. અવધેશ કુમાર સિંહ અને ડો. રિતુ સિંહ મુંબઈમાં લીલાવતી હોસ્પિટલથી ડો. શશાંક જોશી અને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ડાયબિટીઝ, જાડાપણુ અને કોલેસ્ટ્રોલ ફાઉંડેશનથી ડો. અનૂપ મિશ્રાએ એક સાથે 101 રોગીઓનો અભ્યાસ કર્યો. જેઆ 82 ભારતમાંથી હતા, 9 અમેરિકાથી અને ત્રણ ઈરાનથી. 
 
ઉલ્લેખનીય છે કે કોવિડ 19 સાથે સંબંધિત મ્યૂકોર્મિકોસિસ એક ગંભીર બીમારી બની ગઈ છે.  જેમા અત્યાર સુધી સૌથી વધુ મોત (90) મહારાષ્ટ્રમાં થયા છે. 
 
અભ્યાસમાં 101 માંથી 31 લોકોના મોત ફંગલ સંક્રમણને કારણે થયા. ડેટા દ્વારા જાણ થઈ છે કે મ્યૂકોર્મિકોસિસ વિકસિત કરનારા 101 વ્યક્તિઓમાંથી 60માં સક્રિય કોવિડ 19 સંક્રમણ હતુ અને 41 ઠીક થઈ ગયા હતા. સાથે જ 101માં થી 83 લોકોને ડાયાબિટેઝ હતુ, અને ત્રણને કેંસર હતુ. 
 
શશાંક જોશી, જે એક એંડ્રોક્રિનોલોજિસ્ટ પણ છે. એ કહ્યુ કે તેમણે અભ્યાસ કરયો કે કોરોના માટે મ્ય્કોર્મિકોસિસના રોગીઓનો શુ ઉપચાર કર્યો. કુલ 76 રોગીઓમાથી કે ઈમ્યૂનોસપ્રેસેંટના રૂપમાં ઉપયોગમા કરવામાં આવનારા કોર્ટિકોસ્ટેરોઈડનો ઈતિહાસ હતો. 21ને રેમેડિસવિર અને ચાર ટોસીલિજુમૈબ આપવામાં આવ્યા હતા.
 
એક કિસ્સામાં, ડાયાબિટીઝથી પીડિત 60 વર્ષીય મુંબઇ સ્થિત વ્યક્તિને સ્ટીરોઈડ અને ટોસીલિઝુમૈબ બંને આપવામાં આવ્યા હતા. ફંગલ ઇન્ફેક્શનને કારણે તેનું મોત નીપજ્યું હતું. પરંતુ મુંબઇમાં 38 વર્ષીય વ્યક્તિ જેમને ડાયાબિટીઝ નહોતો બચી ગયો હતો. આ અધ્યયનમાં કોવિડ -19  સાથે ડાયાબિટીસના દર્દીઓમાં મૃત્યુ અને ગંભીરતાનો સંબંધ વધુ જોવા મળ્યો. 
 
Mucormycosis નાક, સાઈનસ, કેંદ્રીય તંત્રિકા તંત્ર, ફેફ્સા, જઠરત્ર સંબંધી માર્ગ, ત્વચા, જબડાના હાડકા,  સાંધા, હ્રદય અને કિડનીને પ્રભાવિત કરઈ શકે છે. અભ્યાસમાં જાણ થઈ કે  મોટાભાગના મામલામાં 89 થી વધુ, નાક અને સાઈનસમાં ફંગલનુ સંક્રમણ જોવા મળ્યુ હતુ. આવુ એ માટે જોવા મળ્યુ કારણકે કોવિડ 19 શ્વસન તંત્રને સૌથી વધુ પ્રભાવિત કરે છે. 
 
અભ્યાસમાં એ પણ જોવા મળ્યુ કે ઓછુ ઓક્સીજન(હાઈપોક્સિયા), ઉચ્ચ ગ્લુકોઝ, અમ્લીય માઘ્યમ અને ઈમ્યૂનોસપ્રેસેંટ્સના ઉપયોગને કારણે સફેદ રક્ત કોશિકાઓની ગતિવિધિમાં કમીના આદર્શ વાતાવરણમાં કોવિડ 19વાળા લોકોમાં ફંગસ મ્યૂકોરાલેસ બીજાણુ ફેલાય રહ્યા છે. તેમા કહેવામાં આવ્યુ છે કે જ્યા આ ફંગલ સંક્રમણુ વૈશ્વિક પ્રસાર પ્રતિ મિલિયન જનસંક્યા પર 0.005 થી 1.7 છે. બીજી બાજુ ભારતમાં ડાયાબિટીસની વસ્તી વધુ હોવાથી આ 80 ટકા વધુ છે. 
 
જોશી કહ્યુ કે અભ્યાસે  દર્દીઓમાં કોર્ટિકોસ્ટેરૉઈડ્સના વિવેકપૂર્ણ સાક્ષ્ય આધારિત ઉપયોગ અને તેના લોહી શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાની સલાહ આપી છે.