બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 4 ઑગસ્ટ 2021 (21:38 IST)

મોદી કેબિનેટે લીધા મોટા નિર્ણય- ન્યાય અને શિક્ષાને લઈ બે મોટા નિર્ણય લેવાયા

ન્યાય અને શિક્ષાને લઈ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા2.95 લાખ કરોડની આ બે મોટી યોજનાઓને મંજૂરી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અને ધર્મેન્દ્ર પ્રધાને આપી માહિતી ન્યાય અને શિક્ષાને લઈ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા. 
 
દેશમાં દુષ્કર્મ પીડિતા મહિલાઓ અને સગીર બાળકીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટથી તરત ન્યાય અપાવવાની દિશામાં નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટને મહત્વના નિર્ણય લીધુ છે. કેંદ્રીય કેબિનેટએ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની યોજનાને આપી મંજૂરી. આ યોજના હેઠણ કેંદ્ર સરકાર મોટી સંખ્યામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરશે.
 
કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યુ કે સગીર બાળકી અને મહિલાઓના દુષ્કર્મના કેસમાં ન્યાય અપાવવા માટે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાશે. આ યોજનામાં કુળ 1586 કરોડ રૂપિયા ખર્ચ થશે. જેને 31 માર્ચ 2023 સુધી જારી રખાશે. આવતા બે વર્ષોમાં તીવ્ર ગતિથી ફાસ્ટ ટ્રેક કોર્ટના નિર્માણ કરાશે. . તેમણે કહ્યું કે દેશમાં લગભગ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જે નિતમિત રીતે ચાલુ છે. જેમાંથી 389 પોકસો કોર્ટ છે, જે પોકસો એક્ટ અંતર્ગત આવેલ ફરિયાદની સુનાવણી કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે 2019 માં આ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં 1572.86 કરોડ રૂપિયા ખર્ચ થશે. જેમાંથી 971.70 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ભોગવશે અને બાકી રહેલ 601.16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે.
 
2.95 લાખ કરોડની આ બે મોટી યોજનાઓને મંજૂરી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 2.94 લાખ કરોડ રૂપિયા સમગ્ર શિક્ષા-2 યોજના પાછળ ફાળવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત શિક્ષામાં અભિનવ પ્રયોગોને આવરી લેવામાં આવ્યા છે. આવનાર સમયમાં નાના બાળકો માટે સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. જેમાં 3 વર્ષના બાળકો રમતા રમતા ભણશે.