બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (10:51 IST)

કોરોનાની જેમ ડરાવી રહ્યો છે મંકીપોકસ, અત્યાર સુધી 100 ની મોત

Monkeypox virus- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. પરંતુ થોડા કલાકો પછી ખબર પડી કે આ બીમારી આફ્રિકાની બહાર ફેલાઈ ગઈ છે. તેનો પ્રથમ દર્દી સ્વીડનમાં મળી આવ્યો છે. આ બીમારીના કારણે અત્યાર સુધીમાં આફ્રિકન દેશોના 100 થી વધુ લોકોના મોત થયા છે.

હવે મંકીપૉક્સ મધ્ય અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં ફેલાયો છે. રોગનો આ નવો પ્રકાર કેટલી ઝડપે ફેલાઈ રહ્યો છે તેનાથી અને તેના ઊંચા મૃત્યુદરથી વિજ્ઞાનીઓ ચિંતિત છે.
 
ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ અઘાનમ ગેબ્રેયેસસે કહ્યું છે કે આ રોગ સમગ્ર આફ્રિકામાં અને તેનાથી આગળ ફેલાવી સંભાવના “ખૂબ જ ચિંતાજનક” છે. તેમણે કહ્યું હતું, “આ પ્રકોપને રોકવા અને જીવન બચાવવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસો જરૂરી છે.” તેનાં ફ્લુ જેવાં લક્ષણો ચામડી પર જખમનું કારણ બને છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોગના પ્રત્યેક 100માંથી ચારમાં વ્યક્તિનું મોત થાય છે.

સ્વીડનની જાહેર આરોગ્ય એજન્સીએ આફ્રિકાની બહાર એમપોક્સનો પ્રથમ કેસ નોંધ્યો છે.
સ્વીડિશ એજન્સીનું કહેવું છે કે ચેપગ્રસ્ત વ્યક્તિને આફ્રિકામાં રહેતા સમયે એમપોક્સ થયો હતો.
આફ્રિકાના ભાગોમાં એમપોક્સ રોગના ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
 
સંસ્થાએ આ રોગને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય પણ ગણાવ્યો છે.
સ્વીડનની પબ્લિક હેલ્થ એજન્સીના કાર્યકારી વડા ઓલિવિયા વિગ્ઝેલના જણાવ્યા અનુસાર, ચેપગ્રસ્ત વ્યક્તિએ સ્ટોકહોમમાં તેની સારવાર કરાવવાનું કહ્યું હતું, જેથી અન્ય લોકોને ચેપનું જોખમ ઘટાડી શકાય.
ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે આફ્રિકા અને તેનાથી આગળ આ રોગ ફેલાવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
 
Mpox એક ચેપી રોગ છે, જે અગાઉ મંકીપોક્સ તરીકે પણ ઓળખાતો હતો. આફ્રિકન દેશ કોંગોમાં, આ રોગના પ્રારંભિક તબક્કામાં 450 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

450 લોકોના મોત થયા હતા
સૌથી ચિંતાજનક બાબત એ છે કે બે વર્ષમાં આ બીજી વખત છે કે જેના કારણે WHOને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવી પડી છે. અગાઉ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં નવા પ્રકારનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ચેપને કારણે ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા હતા.