શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:42 IST)

દિલ્હીમાં જી-20ના કારણે 200 થી વધુ ટ્રેનો અચાનક રદ

Indian Railways: 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં G-20 કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જી-20 કોન્ફરન્સના કારણે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કારણે રેલવેએ દિલ્હી આવતી ઘણી ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
 
આ સિવાય ઘણી ટ્રેનોના ટર્મિનસ સ્ટેશન બદલવામાં આવ્યા છે. આ સાથે, ઘણી ટ્રેનોને સેટેલાઇટ સ્ટેશનો સાથે જોડવામાં આવી છે. જો તમે આ દિવસોમાં ટ્રેન દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટિકિટ બુક કરી છે, તો જતા પહેલા એકવાર માહિતી તપાસો.