શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2022 (09:37 IST)

MP: 55 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો પણ જીવ બચી ન શકયો, 86 કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું ઓપરેશન

baitul
મધ્યપ્રદેશ: 6 ડિસેમ્બરે બેતુલ જિલ્લાના મંડાવી ગામમાં 55 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા તન્મયને બચાવી લેવામાં આવ્યો  પરંતુ બેતુલ જિલ્લા પ્રશાસને જણાવ્યું કે બાળકનું મોત થયું છે. બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ તેને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તન્મય મંગળવાર સાંજથી બોરવેલમાં પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એનડીઆરએફએ રાત્રે 2.30 વાગ્યે મૃતદેહને બહાર કાઢ્યો.
 
બેતુલ જિલ્લાના આઠનેર બ્લોકના માંડવી ગામમાં બોરવેલમાં ફસાયેલા તન્મય સાહુને બહાર કાઢવા માટે લગભગ સાડા ચાર દિવસ સુધી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. બાળકને બહાર કાઢવા માટે સુરંગ બનાવવામાં આવી હતી. મંગળવારે સાંજે રમતા રમતા આઠ વર્ષનો તન્મય બોરવેલ માટે ખોદવામાં આવેલા 400 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો.
 
તે લગભગ 50 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો હતો. તેને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. બોરવેલની સમાંતર સતત ખોદકામ કરવામાં આવ્યું હતું. છૂટક-છૂટક પાણી અને પત્થરોએ બચાવ કામગીરીને મુશ્કેલ બનાવ્યું હતું.  આ સાથે તન્મય સુધી પહોંચવા માટે એક ટનલ બનાવવામાં આવી હતી. નક્કર ખડકો  આવવાના કારણે ટનલ બનાવવામાં વિલંબ થયો હતો.
 
ડ્રિલ મશીન વડે નક્કર ખડકો તોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ટનલમાં પણ પાણી લીકેજ થઈ રહ્યું હતું, જેને મોટર પંપની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ બધી મુશ્કેલીઓને પાર કરીને જ્યારે તન્મય ટનલમાંથી પહોંચ્યો અને તેને બહાર કાઢ્યો ત્યારે તન્મયનું મોત થઈ ગયું.