સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (21:19 IST)

પત્નીને કૉલ કરી બોલ્યો - કોરોના પોઝિટિવ છુ, આત્મહત્યા કરવા જઉ છુ... બે મહિના પછી મળ્યો ગર્લફ્રેંડ સાથે

હેરાન કરનારી આ સત્ય ઘટના નવી મુંબઈના વાશીની છે.  24 જુલાઈની રાત્રે 28 વર્ષના વ્યક્તિએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યુ, 'મારો કોરોના રિપોર્ત પૉઝિટિવ આવ્યો છે હુ હવે જીવી નહી શકુ' પત્ની કંઈ સમજે એ પહેલા જ પતિનો ફોન બંધ થઈ ગયો અને થોડીવારમાં તો સ્વીચ ઓફ પણ થઈ ગયો.  ગભરાયેલ પત્નીએ પોતાના ભાઈને ફોન કરીને વાત જણાવી અને પછી પતિની શોધખોળ શરૂ થઈ. 
 
વાશી સેક્ટર નંબર 17માં રોડ પર પોતાની મોટરસાઈકલ, ચાવી, બેગ અને હેલમેટ પણ મળી પણ વ્યક્તિની કોઈ ભાળ ન મળી. એસીપી વિનાયક વત્સના મુજબ વાશી પોલીસે ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. સીસીટીવી કેમેરા ટટોળ્યા, મોબાઈલ લોકેશન જાણવાની કોશિશ કરવામાં આવી. 
 
રોડ પર આવેલ ખાડીમાં નાવડી દ્વારા પણ શોધ કરવામાં આવી પણ તેની કોઈ જાણ થઈ નહી. વ્યક્તિએ એ રાત્રે 100 નંબર પર પણ 2 વાર ડાયલ કર્યો હતો, તેથી કોઈની સાથે દુશ્મની, લૂટફાટ કે ઝગડાના એંગલથી પણ તપાસ કરવામાં આવી. 
 
આ બધી શોધખોળ દરમિયાન પોલીસને એ વ્યક્તિના પ્રેમપ્રસંગ વિશે પણ માહિતી મળી અને પછી તપાસની દિશા બદલતા પોલીસે નવેસરથી શોધ શરૂ કરી અને મહિનાભરની મહેનત પછી એ વ્યક્તિ ઈંદોરમાં હોવાની ખબર પડી. 
 
વાશી પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજીવ ઘુમાલના માર્ગદર્શનમાં એક ટીમ ઈંદોર જ્યારે પહોંચી તો વ્યક્તિ ત્યા પોતાની પ્રેમિકા સાથે મળ્યો. 15 સપ્ટેમ્બરે પોલીસ તેને પકડીને નવી મુંબઈ લઈ આવી.