શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (14:34 IST)

Nasal Vaccine Price: આવી ગઈ છે નાક વડે લેવાતી વેક્સીન, જાણો શુ રહેશે કિમંત અને કેવી રીતે કરશે કામ ?

nasal vaccine
Nasal Vaccine Price: કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ પર છે. સરકારે નેજલ વેક્સીનને ગયા અઠવાડિયે મંજુરી આપી દીધી. જલ્દી જ વેક્સીન મળી રહેશે. બીજી બાજુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેજલ વેક્સીનની કિમંત  એક હજાર રૂપિયા હોઈ શકે છે. તેમા વેક્સીનની કિમંત 800 રૂપિયા રહેશે અને જીએસટી તેમજ હોસ્પિટલ ચાર્જ મળીને આ 1000 રૂપિયાની મળશે. 
 
ગયા અઠવાડિયે જ ભારત બાયોટેક (Bharat Biotech)ની ઈંટ્રાનેજલ વેક્સીન iNCOVACCને કોરોના ટીકાકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી. હવે જાણવા મળ્યુ છે કે વૈક્સીની કિમંત 800 રૂપિયા રહેશે અને તેના પર 5 ટકા જીએસટી લાગશે. 
 
 
જાન્યુઆરીના અંત સુધી મળી રહેશે 
 
ઈંટ્રાનેજલ વેક્સીનને પહેલા કો-વૈક્સીન (Covaxin) કે કોવિશીલ્ડ (Covishield) સાથે સંપૂર્ણ રીતે વેક્સીનેશન કરાયેલા લોકો માટે બુસ્ટર શૉટના રૂપમાં એપ્રૂવ કરવામાં આવી હતી.  મીડિયા રિપોર્ટ્સ મુજબ જાન્યુઆરીના અંત સુધી આ એ લોકો માટે મળી રહેશે જેમને કોરોના વૈક્સીનના બંને ડોઝ લીધા છે. 
 
150 રૂપિયા જેટલો હોઈ શકે છે હોસ્પિટલ ચાર્જ 
 
મની કંટ્રોલની રિપોર્ટ મુજબ પ્રાઈવેટ હોસ્પિટલને કોરોના વૈક્સીનની દરેક ડોઝ માટે 150 રૂપિયા સુધીન ચાર્જ કરવાની અનુમતિ આપવામાં આવી છે.  આ રાશિને જોડીને નેજલ વૈક્સીનની કિમંત 1000 રૂપિયા થઈ શકે છે. નેજલ વૈક્સીનને સેટ લુઈસમાં વોશિંગટ વિશ્વવિદ્યાલય   (Washington University in St Louis) નુ લાઈસેંસ પ્રાપ્ત તકનીક પર વિકસિત કરવામાં આવી છે.  
 
ભારતમાં કોરોનાની સ્થિતિ 
 
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 157 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર ઉશ્દી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,46,77,459 પર પહોંચી ગઈ છે. જ્યારે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 3,421 રહી  ગઈ છે.  બીજી બાજુ એક વ્યક્તિનુ મોત થયુ છે. જ્યારબાદ મૃતકોની સંખ્યા 5,30,696 થઈ ગઈ છે. દેશમાં દર્દીઓના ઠીક થવાનો રાષ્ટ્રીય દર  98.80 ટકા છે. સંક્રમણનો દૈનિક દર 0.32 ટકા, જ્યારે કે સાપ્તાહિક દર  0.18 ટકા છે.