1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 જૂન 2019 (17:58 IST)

NEET Result 2019 Updates - નીટનુ પરિણામ જાહેર, અહી કરો ચેક, રાજસ્થાનના નલિન ખંડલવાલની ઓલ ઈંડિયામાં પ્રથમ રૈંક

NEET Result 2019. નેશનલ ટેસ્ટિંગ એંજસી (NTA)નીટ પરિણામ 2019 આજે જાહેર થઈ ગયુ છે. જે સ્ટુડેંટ્સે પરિક્ષા આપી છે તેઓ પોતાના પરિણામ ntaneet.nic.in પર જોઈ શકશે. 
 
 
- દિલ્હીના કુલ 74.92% ટકા સ્ટુડેંટ્સે નીટમાં ક્વાલીફાય કર્યુ છે. બીજી બાજુ હરિયાના 73.41 ટકા અને ચંડીગઢના 73.24 ટકા સ્ટુડેંટ્સએ ક્વાલીફાય કર્યુ છે. 
- ઓલ ઈંડિયામાં ત્રીજી રેંક મેળવી છે ઉત્તર પ્રદેશના અક્ષત કૌશિકે. અક્ષતને 700 અંક મળ્યા છે. 
 
- એનટીએની પ્રેસ રિલીજ મુજબ જનરલ કેટેગરીના સ્ટુડેટ્સ જેમને 134 સુધી અંક છે તેઓ મેડિકલ કોલેજમાં કાઉંસલિંગ કરાવી શકે છે.  રિઝર્વ કેટેગરી માટે કટઓફ 107 અંક છે. 
 
- કુલ 1519375 સ્ટુડેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી 1410755 પરિક્ષામાં બેસ્યા હતા. તેમાથી 108620 ગેરહાજર રહ્યા અને 797042 એ પરીક્ષામાં ક્વાલીફાય કર્યુ છે. 
 
- છોકરીઓમાં ઓલ ઈંડિયામાં સાતમી રેંક મેળવી છે તેલંગાનાની માધુરી રેડ્ડીએ.